INDIA INTERNATIONAL

અમેરિકામાં રહેતી એક ગુજરાતી યુવતીએ પોતાના દેશ માટે પહોંચાડી આ મોટી મદદ, તમે પણ જાણીને ગર્વ કરશો

દેશમાં છેલ્લા ત્રણ દિવસથી રોજના ચાર લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. જે રાજ્ય માટે ખૂબ જ મોટી રાહતની વાત છે.

વલસાડના પારડી તાલુકાના વલવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસ દેસાઈએ અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે.

આ મદદને મુંબઈની કેતન અને પાર્થવ નામના વ્યકતિ ઓ એ એસ.કે. એજન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને વિતરણ માટે સોંપી દીધુ છે. રૂપા દેવાંગ નાયક દશવાડાના કાળીદાસ નાયકના પુત્રવધુ છે. જેઓ મફતલાલ ગ્રુપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો થતો નોંધાયો હતો. ગઈકાલે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૦૬૪ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૧૧૯ ના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં ૧૯ એપ્રિલ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે.

આ સાથે જ રાજ્યમાં કોરોનાને હરાવનારા દર્દીઓનો આંક ૫ લાખને પાર થઇ ગયો છે. અત્યારસુધી કુલ ૫,૦૩,૪૯૭ દર્દી કોરોનાથી સાજા થઇ ચૂક્યા છે અને રીક્વરી રેટ ૭૬.૫૨% છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *