INDIA

કોરોના ના સકાંજા માં આખો પરિવાર ,એક સાથે પરિવાર માં 21 લોકો કોરોના પોઝિટિવ અને પછી

કોરોનાની બીજી લહેર દેશમાં તાંડવ મચાવી રહી છે. હવે આ લહેર શહેરોની સાથે ગામડાઓમાં પણ પ્રસરી ગઈ છે. જેમાં મહારાષ્ટ્રના ખેડ તહસીલનાં ગામમાં એક પરિવારનાં 21 લોકો સભ્યો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. પ્રશાસને સમગ્ર ઘરને સીલ કરી દીધું છે. જોકે, હવે ધીરે-ધીરે લોકો સાજા પણ થઈ રહ્યા છે.

માંડવગણ ફરાટાનાં જગતાપ પરિવારમાં કોરોના વાયરસે 6 મહિનાનાં બાળકથી લઈને 80 વર્ષનાં વદ્ધને પણ સંક્રમિત કરી દીધા છે. આ પરિવારમાં 13 પુરૂષ અને 11 મહિલાઓનો સમાવેશ કરાયો છે. જેમાંથી 3 સિવાય બધા સંક્રમિત થઈ ગયા છે. આ પરિવારનાં મોટાભાગનાં સભ્યોમાં કોરોનાનાં કોઈપણ લક્ષણ જણાયા નહોતા.

જગતાપ પરિવારનાં અશોક તડબૂચ વેચવા માટે શહેરમાં જતો હતો, જેથી એનામાં કેટલાક દિવસો પહેલા કોરોનાનાં લક્ષણો દેખાયા હતા. આના કારણે કોવિડની ગાઈડલાઈન પ્રમાણે સમગ્ર પરિવારે ટેસ્ટ કરાયો હતો, જેમાંથી 21 પોઝિટિવ આવ્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

પોઝિટિવ આવ્યાનાં થોડાક દિવસોમાં 6 ઉંમરલાયક લોકોની તબિયત લથડી જતા, નજીકનાં સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા. ત્યારપછી એમાનાં સૌથી મોટી ઉંમરનાં સભ્યની હાલતમાં સુધારો ન આવતા એમને શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય 15 સભ્યો હોમ આઈસોલેશનમાં છે, મોટાભાગનાં લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. પરંતુ હજુ ગાઈડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *