SURAT Uncategorized

કોરોનાને લઈને સુરતીઓ માટે આવ્યા મોટા રાહતના સમાચાર, હવેથી…

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કહેર વર્તાવનાર કોરોના હવે થોડી રાહત લેતો દેખાઈ રહ્યો છે. કોરોનાના કેસમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ઘટાડો નોંધાયો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ આ સમરસ કોવિડ કેર સેન્ટર હાલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અહીં રહેલા છેલ્લા પાંચ દર્દીઓને હજીરા સ્થિત કોવિડ સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

રાહતની વાત એ પણ છે કે ઓક્સિજનનો વપરાશ 220 મેટ્રિક ટનથી ઘટીને 150 મેટ્રિક ટન થયો છે. 108 એમ્બ્યુલન્સના દૈનિક કોલ 339 થી ઘટીને 80 થયા છે. 104 એમ્બ્યુલન્સના દૈનિક કોલ 260 થી ઘટીને 60 થયા છે. જ્યારે ધન્વંતરિ રથના દૈનિક કોલ 32 હજારથી ઘટીને 11 હજાર થયા છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

સમરસ કોવિડ સેન્ટરમાં પહેલા 250 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. જેમાં લગભગ 30 બેડ પર ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ હતી. અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફરતી 108 એમ્બ્યુલન્સનો અવાજ પણ પહેલાં કરતા ઓછો થયો છે.

શહેરમાં સુધરતી હાલત વચ્ચે નાગરિકોની પણ ફરજ છે કે તેઓ પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. જોકે સ્થિતિ ભલે સુધરી હોય પણ સંપૂર્ણ કંટ્રોલમાં આવવા માટે હજી દોઢ મહિનો સાવચેતી રાખવાની પુરેપુરી જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *