SPORT

ટેસ્ટ વર્લ્ડ કપ માટે ભારત ની ટીમ તૈયાર પણ ગુજરાત નો આ દિગ્ગજ ખેલાડી ટીમ ની બહાર

આગળ ના ટેસ્ટ વર્લ્ડ કપ માટે ભારત ની ટીમ તૈયાર પણ ગુજરાત નો આ દિગ્ગજ ખેલાડી ટીમ ની બહાર,આ પસંદગી ચીફ સિલેક્ટર ચેતન શર્માનાં નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી, જેમાં 20 ખેલાડીઓની પસંદગી કરાઈ છે. જેમાં 6 ફાસ્ટ બોલર અને 3 સ્પિનરને તક આપવામાં આવી છે.ભારતીય ટીમમાં ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજા અને હનુમા વિહારીએ રિકવર થઈને સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ટીમમાં હાર્દિક પંડ્યા અને પૃથ્વી શૉની પસંદગી કરવામાં આવી નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ 18 જૂનનાં રોજ પ્રથમવાર ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક બીજા વિરૂદ્ધ ટક્કર આપશે.બેટ્સમેનઃ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્યા રહાણે (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારાવિકેટ કીપરઃ રિષભ પંત, લોકેશ રાહુલ અને રિદ્ધિમાન સાહા (રાહુલ અને સાહાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે)

સ્પિન ઓલરાઉન્ડરઃ હનુમા વિહારી, રવિચંન્દ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદરફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર અને ઉમેશ યાદવ,સ્ટેંડબાય પ્લેયર્સઃબેટ્સમેનઃઅભિમન્યૂ ઈશ્વરન,ફાસ્ટ બોલરઃ પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન

બોર્ડનું માનવું છે કે ટીમ સતત 9 મહિનાથી બબલમાં રહે છે, જેથી એમને થોડી રાહત આપની જોઈએ.હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ટીમને ચાર્ટર્ડ ફ્લાઈટથી ઈંગ્લેન્ડ મોકલવાની તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. 18 થી 22 જૂન મેચ યોજાશે. UK સરકારની ગાઈડ લાઈન મુજબ ક્વોરન્ટીનનો સમય 14 દિવસનો રાખવામાં આવ્યો છે

2 જૂનથી કેન વિલિયમ્સનની ટીમ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે. NZએ 20 ખેલાડીઓની ટીમ બનાવી છે, જેમાંથી 15ની પસંદગી WTC ફાઈનલમાં કરાશે.ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ટીમનું પલડું ભારે જણાઈ રહ્યું છે, કારણ કે એમની ટીમને ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 2 ટેસ્ટ મેચ રમવાની તક પણ મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *