fact INDIA

સરકાર ની વાટે ના રેતા સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય ,આખા દેશ માં….

કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં દવાઓ અને ઓક્સિજનના સપ્લાય વિશે સુપ્રીમ કોર્ટે એક નવી ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સ દવાઓની ઉપલબ્ધતા માટે જરૂરી ઉપાયોનું સુચન આપશે. તે સાથે જ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરવાની વૈજ્ઞાનિક અને વ્યવહારુ ફોર્મ્યૂલા પણ તૈયાર કરશે. આ ટાસ્કફોર્સમાં 12 સભ્યો રાખવામાં આવ્યા છે

દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 4 લાખ 1 હજાર 228 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 3 લાખ 19 હજાર 469 લોકો સાજા થયા અને 4,191 લોકોનાં મોત થયાં. આ મહામારીમાં એક જ દિવસમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોનો સૌથી મોટો આંક છે. ચિંતાની વાત એ પણ છે કે દેશમાં સતત ત્રણ દિવસથી 4 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4.14 લાખ દર્દીઓ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓ પોઝિટિવ સામે આવ્યા હતા.

વડાપ્રધાને શિવરાજ, ઉદ્ધવ અને સ્ટાલિન સાથે વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન સાથે ફોન પર વાત કરી છે. તેમની વચ્ચે કોરોના સંકટ અને વેક્સિનેશન વિશે વાત થઈ છે. આ પહેલાં શુક્રવારે પણ વડાપ્રધાન મોદીએ મણિપુરના સીએમ એન બીરેન સિંહ, ત્રિપુરાના સીએમ બિપ્લવ કુમાર દેબ અને સિક્કિમના સીએમ પ્રેમ સિંહ તમાંગ સાથે વાતચીત કરી હતી અને કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

કોરોના સામેની લડાઈ વિરુદ્ધ એક રાહતના સમાચાર આવ્યા છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ શનિવારે ડ્રગ-2 ડી ઓક્સી-ડી-ગ્લૂકોઝ (2-DG) દવાથી કોરોનાની સારવારને ઈમરજન્સી અપ્રૂવલ આપી દીધી છે. કોરોના સંક્રમિત દર્દી માટે આ દવા એક વૈકલ્પિક ટ્રીટમેન્ટનું કામ કરે છે. દર્દીને પ્રાથમિક સારવાર સાથે આ દવા આપવામાં આવે છે. આ દવા કોરોના દર્દીઓમાં સંક્રમણનો ગ્રોથ રોકીને તેને ઝડપથી રિકવર કરવામાં મદદ કરે છે. 2-DG દવાને DRDO લેબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીની મદદથી તૈયાર કરી છે. પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવ્યો કે, તેનાથી દર્દીનું ઓક્સિજન લેવલ પણ સારુ થાય છે

શુક્રવારે 54,022 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 37,386 લોકો સ્વસ્થ થયા અને 898 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 49.96 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 42.65 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 74,413 લોકોના મોત થયા છે. હાલમાં 6.54 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

અહીં શુક્રવારે, 27,763 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 33,117 લોકો સાજા થયા અને 372 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 14.53 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11.84 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,873 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 2.54 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે 19,832 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 19,085 લોકો સ્વસ્થ થયા અને 341 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 12 લાખ 92 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 11 લાખ 83 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,739 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 91,035 ની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *