GUJARAT

રૂપાણી ની કમિટી માં સુરત,અમદાવાદ સહિત ના બીજા ચાર મહાનગરો માટે CM રૂપાણી એ તરત લીધો આ મોટો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા વ્યાપ અંગે પણ સર્વગ્રાહી સમીક્ષા અને વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.

જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને આ રોગના નિયંત્રણ અને સારવાર માટે સંપૂર્ણ તકેદારી અને સજજતાથી સારવાર વ્યવસ્થાઓ તાકીદે ઊભી કરવા બેઠકમાં સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં વધતા જતા મ્યુકોરમાઈકોસિસ રોગના નિયંત્રણ તેમજ આ રોગથી સંક્રમિત થનારા દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે અલાયદા વોર્ડ શરૂ કરાયા છે અને 19 જેટલા દર્દીઓને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચના અને માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B 50 Mgના 5 હજાર ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે સમગ્ર રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના આવા 100થી વધુ જેટલા કેસો નોંધાયા છે.મ્યુકોરમાઈકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે.

મ્યુકોરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોરમાઈકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર,ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચાવાળી વ્યક્તિને મ્યુકોમાઈકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *