GUJARAT SURAT

સુરતની આ પટેલ યુવતી કોરોનાથી મૃત થયેલા લોકોના પરિવારજનો માટે કરે છે આવડું મોટું કામ

સુરતની કવિતા પટેલ નામની 30 વર્ષીય યુવતી છેલ્લા 6 મહિનાથી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહોને મેનેજ કરવાનું કામ કરે છે. ડોક્ટરોના અથાક પ્રયાસો પછી પણ જે દર્દી બચી નથી શકતા તેઓ મૃત્યુ પામે પછી તેમને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે અંતિમવિધિ માટે મોકવવામાં આવે છે.

કવિતા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહની તેમના પરિવાર સાથે અંતિમ દર્શન કરાવી અંતિમવિધિ માટે મોકલવાનું કામ કરે છે. તેઓ 1 વર્ષ પહેલા સિવિલમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે જોડાયા હતા. કોરોનાના કેસ વધતા છેલ્લા 6 મહિનાથી કવિતા પટેલ કોરોના હેલ્પ ડેસ્ક પર સુપર વિઝન તરીકેનું કામ કરી રહ્યાં છે.કવિતા જણાવે છે કે શરુઆતમાં મૂંઝવણ થતી પણ હવે મને આદત પડી ગઈ છે કોઈ ડર નથી લાગતો.

પરિસ્થિતિએ મને મજબૂત બનાવી દીધી છે. મારા ઘરના સભ્યો અને મારા મિત્રો મારા આ કાર્ય બદલ મને હંમેશા હિંમત આપતા રહે છે. તેમજ હવે મને આ ડયુટીમાં કામ કરવું સારું લાગે છે કોઈ દુઃખમાં હોય તો અને આપણે તેને થોડી સહાનુભૂતિ આપીએ તો તેમનું મન પણ થોડું હલકું થાય.

મને ખુશી છે કે મને આ કામ કરવાની તક મળી કે હું કોઈના દુ:ખમાં તેની ભાગીદાર બની તેમના આંસુ લૂછી શકું.કવિતા જણાવે છે કે ઘણીવાર સ્વજનના મૃત્યુ સમાચાર સાંભળીને પરિવારજનો આક્રોશ વ્યક્ત કરતા. કેટલાક લોકો ગુસ્સામાં ગમે તેમ પણ બોલતા. અને મૃતદેહ ઘરે લઈ જવાની જીદ કરતા.

આ સ્થિતિમાં તેમને સમજાવવા, સાચવવા અત્યંત મુશ્કેલ રહેતું પણ હું મન શાંત રાખીને તેમને મનાવવા પ્રયાસ કરતી. તેમને હું કોરોના વાયરસના જોખમની જાણ કરું જેથી તેઓ સમજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *