GUJARAT

આ દિવસોમાં રાજ્યમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

દેશમાં કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત છે, ,એવામાં 11 મેથી 13 મેની વચ્ચે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતના હવામાન વિભાગે તેની જાણકારી આપી છે. વિભાગ અનુસાર, અરબ સાગર તરફથી આવતા ઝડપી પવનોને કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે.

સોમવારે દિલ્હીમાં પણ સામાન્ય હળવો વરસાદ પડવાની શક્યતા છે. 12, 13 અને 14 મેના રોજ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ભારતના સ્વર્ગ ગણાતા જમ્મુ કશ્મીરમાં પણ સોમવાર અને મંગળવારે વાતાવરણમાં પલટો આવી શકે છે. જમ્મુ કાશ્મીરમાં બુધવારે અન્ય દિવસોની તુલનામાં વધારે સમય સુધી વરસાડ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં સોમવારે હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ભારે પવન અને સામાન્ય વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે.

જ્યારે રાજસ્તાન, પૂર્વ મધ્ય પ્રદેશ ઝારખંડ, બંગાળ અને બિહારના પૂર્વ ભાગમાં સામાન્ય વરસાદ થયો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, રવિવારે સામાન્ય વાયુ ગુણવત્તા ઇન્ડેક્સ 173 પોઈન્ટ રહ્યો. અવો અંદાજ છે કે આગામી ત્રણ દિવસની વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ તેની આસપાસ જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *