GUJARAT

ભાજપ ના આ નેતા એ કબૂલ્યું કે અમે કોરોના માં પહોંચી નથી શક્યા અને કહ્યું કે અમે સતા માં છીએ એટલે કંઇ બોલી ના શકીએ

હા, કોઇ બોલતું નથી એ અલગ વાત છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે ઉપર કોઇનું કાંઈ ચાલતુ પણ નથી અને એમાંય કચ્છ જિલ્લાના નેતાઓ તો આમ પણ ગાંધીનગરને સાચું કહેવામાં પાછીપાની કરતા હોય એવી સ્થિતિ સર્જાઈ છે. જોકે કચ્છમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા નિઃસહાય છે એ કોરોના મહામારી સામે કચ્છની મદદ માટે એનો બોલતો પુરાવો આપ્યો છે. ગળપાદરનો એક યુવાન તેમને ફોન કરી ગામડાની સાચી સ્થિતિથી અવગત કરે છે, પરંતુ વેક્સિન સહિતના મુદ્દે તમામ રજૂઆતો સાંભળી જિલ્લા પંચાયત પ્રમુખ એટલું જ કહે છે,

અમે સરકારમાં બેઠા છીએ, કાંઇ બોલી નહીં શકીએ, પણ તમારી વાત સાચી છે કે ઉપરથી જ વેક્સિન આવતી નથી.એક તરફ રાજ્ય સરકારે ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કર્યું છે, પરંતુ ગામડાંની સાચી સ્થિતિ વર્ણવતા ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામના જાડેજા રાજેન્દ્રસિંહ ફોન કરે છે અને ગામડાંમા વેક્સિનની કામગીરી ઝડપી બનાવવા રજૂઆત કરે છે,

પરંતુ બહેન નિઃસહાય થઇ ઉપરથી જ આવતી નથી અને આખા કચ્છમાં માત્ર 9 હજાર લોકોને જ વેક્સિન અપાતી હોવાનો સ્વીકાર કરે છે.એવું કહી સાચી સ્થિતિ અંગે વર્ણન કરે છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં એકપણ વ્યક્તિનું ઓક્સિજનના અભાવે મોત ન થયું હોવાના નિવેદનનો વિરોધ કરી જેમણે સ્વજનો ગુમાવ્યાં છે તેમને પૂછો એવા સવાલના જવાબમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબહેન કહે છે,

તમારી બધી વાત સાચી, પણ સ્થિતિ આવી છે. યુવાન આગળ વધતા પર રજૂઆત સાથે ચૂંટણી સમયે તમને ખોબેખોબે મત આપ્યા હોવાની વાત કરે છે, પરંતુ બહેન કહે છે, અમે રજૂઆતો તો કરીએ છીએ, પરંતુ સરકારમાં બેઠા છીએ એટલે કાંઇ બોલી નહીં શકીએ.ગુજરાતના ઘણા નેતાઓ આજકાલ ટ્રોલ થઇ રહ્યા છે. સ્વજનો અને સ્નેહીઓ ગુમાવનારા હવે સરકાર અને તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓના જૂઠાણાંને ખુલ્લાં પાડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *