GUJARAT INDIA

આજે રૂપાણી ની મીટીંગ માં લોકડાઉન અંગે લેવાયો મોટો નિર્ણય ,આખરે 36 શહેરો માં 18 તારીખ સુધી….

વડોદરા: આવું દુઃખ કોઈને ન આવે, પિતા-પુત્ર બાદ એકમાત્ર ઘરના મોભીનું પણ કોરોનાથી મોત, 4 બાળકો નોંધારાઅમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, આણંદ, નડીયાદ, મોરબી, ગોધરા, ભુજ, ભરૂચ, દાહોદ, ગાંધીધામસુરેન્દ્રનગર, અમરેલી, ડિસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી, વિસનગર, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર, વેરાવળ

રાજ્યમાં કોરોના મહામારીને લઈ લગ્નમાં 50 લોકોની હાજરી નિશ્વિત કરવામાં આવી છે પરંતુ તેમાં પણ હવે ઘટાડો થઈ શકે છે. લગ્ન સમારંભમાં હવે 50 લોકો કરતા પણ ઓછી સંખ્યા રાખવાની રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. બલકે લગ્ન સમારંભો પર 15 દિવસ માટે પ્રતિબંધ મુકવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તરીતે પાલન કરવા સરકાર વિચારણા કરે તેવો નિર્દેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે કે સરકાર લગ્ન સમારોહમાં આવનાર લોકોની સંખ્યા નિશ્ચિત કરવી જોઈએ.

ગુજરાતની 8 મનપા સહિત 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે.

હાઈકોર્ટ વકીલ એસો.ના વકીલ શાલીન મહેતા સરકારને અપીલ છે કે, લગ્નમાં લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે. કારણે કે કેસ ઘટ્યા છે પણ કેટલાક ધાર્મિક કાર્યક્રમોમાં અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ થાય છે એ બંધ થવું જોઈએ. વધુમાં હાલ લગ્ન સમારોહમાં 50 લોકોની હાજરી નિશ્ચિત છે તે ઘટાડીને ઓછી કરવામાં આવે તેવી અપીલ સરકારને કરી છે. તે જોતા સરકારે પણ લગ્નનોમાં સંખ્યા ઘટાડવા અંગે તૈયારી દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *