INDIA RAJESTHAN

લગ્ન પછી ના બીજા જ દિવસે વરરાજા નો કોરોના થયો અને પછી ફક્ત 9 દિવસ માં….. – ઓમ શાંતિ લખીએ

કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ગામડાઓની અંદર લોકો લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં હાજરી આપતા હોય છે. લોકો લગ્ન પ્રસંગમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઈનનું પણ પાલન કરતા નથી. આને પરિણામે જ એક નવવિવાહિત યુવતીએ લગ્નનાં કેટલાક દિવસોની અંદર જ વિધવા થવું પડ્યું હતું. લગ્નપ્રસંગનાં બીજા જ દિવસે નવવિવાહિત યુવકની તબિયત અચાનક બગડી ગઈ હતી. યુવકની હાલત ગંભીર જણાતા એને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં જાણ થઈ હતી કે યુવક કોરોના પોઝિટિવ છે.

રાજસ્થાનનાં જાલોરનાં યુવકનું નામ શેતાન સિંહ હતું, એણે 30 એપ્રિલનાં રોજ લગ્નપ્રસંગનું આયોજન કર્યું હતું. કોરોનાને કારણે એની હાલત વધુ ખરાબ થતી ગઈ હતી. યુવકે 1મેનાં રોજ ઘરે જાન લાવીને ગૃહપ્રવેશની વિધિ પણ સંપૂર્ણ કરી હતી.

ત્યારે શેતાન સિંહનું સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ જતા એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. શેતાન સિંહનું શુગર લેવલ 600ને પાર જતુ રહ્યું હતું જેથી એની હાલતમાં કોઈપણ સુધારો આવ્યો નહોતો. યુવકનાં સ્વાસ્થ્યમાં સુધારો ન આવતા એને જાલોરથી સિરોહી અને પછી પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટના 9 દિવસોમાં પરિણમી હતી. નવમાં દિવસે સાંજે તો યુવક કોરોના સામે જંગ હારી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *