SPORT

એ બી ડી વિલિયર્સ નો અવતાર : 8 વર્ષ ના આ છોકરા એ બેટ ની જગ્યા એ સ્ટમ્પ થી માર્યા બધી દિશા માં શોટ – જુઓ વીડિયો

છેલ્લા કેટલાક દિવસોથી 8 વર્ષના બાળકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બાળક બેટ સાથે નહીં પણ સ્ટમ્પ વડે પ્રેક્ટિસ કરતો હતો. આ દરમિયાન તે ચારે બાજુ શોટ રમતો જોવા મળે છે. આ વીડિયોમાં આ બાળક ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની જેમ હેલિકૉપ્ટર શોટ ફટકારતાં પણ નજરે પડે છે.

આ બાળક ચેન્નાઈનો અશ્વથ હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર, તેને દક્ષિણ આફ્રિકાના એબીડિવિલિયર્સ એટલે કે 360 ડિગ્રીનો નવો અવતાર પણ કહેવામાં આવે છે. કારણ કે આ બાળક પ્રેક્ટિસ દરમિયાન ચારેકોર સરળતાથી શોટ મારે છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ક્રિકેટમાં વિકેટકિપર બેટ્સમેન એબી ડિવિલિયર્સ મિસ્ટર 360 કહેવામાં આવે છે. તે મેદાનની ચારેકોર શોટ રમવા સક્ષમ છે, તેથી તેને આ નામથી બોલાવવામાં આવે છે. ડિવિલિયર્સ તાજેતરમાં આઈપીએલમાં રમતા જોવા મળ્યા હતા.

તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જોકે, એવી અપેક્ષા છે કે આ વર્ષે યોજાનારા ટી -20 વર્લ્ડ કપ માટે તેને ટીમમાં પાછો બોલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *