INDIA

કોરોના કાળમાં અંતે ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો

ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. આ પહેલા હવામાન વિભાગે દેશમાં વર્ષ 2021નું ચોમાસુ સારૂ રહેવાની અને 98 ટકા વરસાદની આગાહી કરી છે.

હાલ, અરબી સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડુ સર્જાઈ રહ્યું છે અને તેના પગલે ચોમાસાને વેગ મળે તેવા એંધાણ છે. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં દેશભરમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં તા.15થી 20 જૂન સુધીમાં ચોમાસુ બેસતું હોય છે.

હાલ સમાચાર એ છે કે ચોમાસા પહેલા જ શક્તિશાળી વાવાઝોડુ હાલ રચાઈ રહ્યું છે તેના કારણે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, કચ્છ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ વરસે અને જમીનમાં પૂરતો ભેજ ઉતરી જાય તેવી આશા છે.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી વચ્ચે વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના બેડી, હડમતિયા, ગવરીદડ ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો અમરેલી જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *