GUJARAT SURAT

વાવાઝોડા ના પગલે સુરત પર સૌથી વધુ ખતરો ,NDRF ની ટીમો તૈનાત કરવામાં આવી

સુરત જિલ્લાના ત્રણ તાલુકાના દરિયાકાંઠે આવેલા 40 ગામોને એલર્ટ કરી દેવાયા છે. સાથે જ વાવાઝોડું આવે તો સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે.

આ સાથે દરિયાકિનારે આવેલા ઝીંગાના તળાવોમાં રહેતા 800 મજુરોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે.વાવાઝોડું પોરબંદરથી પસાર થઈ ફંટાઈ જશે તો સુરતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે અને 30થી 40ની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે.

પાલિકા અને કલેક્ટર તંત્રએ દરિયાકાંઠા નજીકના આભવા, ખજોદ, મગદલ્લા, ગવિયર-ભાઠા, ડુમસના વળવા ફળિયું, હળપતિવાર 1 અને 2, નૌસાત, હળપતિવાસ, પારસી શેરી, ભીમપોર, સુલતાનાબાદ સહિતના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે.વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પણ થવાની સંભાવના હોવાથી તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ રહેવાની સાથે જ સાવચેતીના પગલાં ભરવાના આદેશો કરતા કરાયા હતા.

જેના પગલે સુરત જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સુરત જિલ્લાના ત્રણ તાલુકા ચોર્યાસીના 8, ઓલપાડના 28 અને મજુરાના ચાર ગામો મળીને કુલ્લે 40 ગામો દરિયાકાંઠે આવ્યા હોવાથી તમામ ગામોને એલર્ટ કરી દેવાની સૂચના આપતા જ વહીવટીતંત્ર દોડતું થઇ ગયું હતું.વાવાઝોડાની સંભવિત અસરોને જોતા ફાયર વિભાગે 16 ટીમો રેસ્ક્યુના સાધનો સાથે તૈનાત કરી છે.

હોર્ડિંગ્સ પડવાના બનાવો, ઝાડ પડવાના બનાવો, નદી-દરિયામાં ફસાયેલી વ્યક્તિઓના કોલ વિગેરેની મદદ માટે ફાયર વિભાગની 16 ટીમ તૈયાર રાખવામાં આવી છે.જેમાં એક ટીમમાં 6 જવાનોને રાખવામાં આવ્યાં છે.વાવાઝોડાના પગલે એલર્ટ થયેલા વહીવટીતંત્રે દરિયાકિનારે વસતા તમામ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ કરતા જ દરિયાકિનારે આવેલા તમામ ઝીંગા તળાવોમાં રહેતા આશરે 800 મજુરોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.

42 Replies to “વાવાઝોડા ના પગલે સુરત પર સૌથી વધુ ખતરો ,NDRF ની ટીમો તૈનાત કરવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *