INDIA

ગામડાઓમાં સ્થિતિ વધુ ભયજનક બનતા ચિંતિત pm મોદીએ તરત લીધો મોટો નિર્ણય, જાણો

pm મોદીએ જણાવ્યું કે સ્થાનિક સ્તરે કન્ટેનમેન્ટ રણનીતિઓથી કોવિડ-19 ની સંક્રમણની ચેઈન તોડી શકાય છે. તેમણે કહ્યું કે જે રાજ્યોના જિલ્લામાં પોઝિટિવીટી રેટ વધારે છે ત્યાં કન્ટેનમેન્ટ રણનીતિઓ દ્વારા કોરોનાની ચેઈન તોડી શકાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે RT-PCR અને રેપિડ ટેસ્ટ દ્વારા ટેસ્ટિંગમાં ઝડપ લાવી શકાય છે.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને જણાવ્યું કે રાજ્યોને કોઈ પણ પ્રકારના દબાણ વગર મહામારીના સાચા આંકડા બહાર પાડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. ગામડાઓ માટે સરળ ભાષામાં ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આશા અને આંગણવાડી કાર્યકરોને બધી વસ્તુઓ મળવી જોઈએ. પ્રધાનમંત્રીએ અધિકારીઓે ગ્રામીણ વિસ્તારો માટે હોમ આઈસોલેશન અને ટ્રીટમેન્ટ માટે સરળ ભાષામાં ચિત્રોની સાથે ગાઈડલાઈન બનાવવાનો પણ ઓર્ડર કર્યો.

પ્રધાનમંત્રીએ કેટલાક રાજ્યોમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર્સના રિપોર્ટ પર પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે અધિકારીઓને તાકીદના ધોરણે વેન્ટિલેટર્સ ઈન્સ્ટોલેશન અને તેના ઓપરેશનનું ઓડિટ કરવાનું પણ જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *