GUJARAT INDIA

કોરોના એ પરિવાર વિખેર્યો ,ફક્ત 22 કલાક માં જ બે સગા ભાઈ ના મોત થયા – ઓમ શાંતિ

ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોના મહામારીએ 2 જોડિયા ભાઈઓનો જીવ લીધો હતો. 24 વર્ષીય જોડિયા ભાઈઓએ 22 કલાકના અંતર વચ્ચે દુનિયાથી વિદાય લીધી હતી. બંને ભાઈઓ એન્જિનિયર હતા અને ગત વર્ષે તેઓને એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી હતી. કોરોના મહામારીને કારણે બંને વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા, જ્યાં ઘરમાં જ એમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જેના કારણે શુક્રવારના રોજ મોટા ભાઈ જૉયફ્રેડ અને શનિવારે નાના ભાઈ વર્ગીસ ગ્રેગરીનું અવસાન થયુ હતું. તેઓની માતા સૉજા ગ્રેગરી અને પિતા ગ્રેગરી રૉફેલ શહેરના સેન્ટ થોમસ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શિક્ષક હતા.

બંને ભાઈઓ એક સાથે કોરોના પોઝિટિવ થયા હતા, તેઓની હાલત ગંભીર જણાતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને ભાઈઓનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેઓને ઓક્સિજન અને પ્લાઝ્મા પણ ડોનેટ કરાયા હતા. ધીરે-ધીરે એમના સ્વાસ્થ્યમાં સુધાર આવવા લાગ્યો હતો.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો. પરંતુ ફેફસાંમાં પોસ્ટ કોવિડ ફાઈબ્રોસિસનું પ્રમાણ વધી જવા પામ્યું હતું, જેના કારણે ટ્વિન બ્રધર્સને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડૉકટરોએ પણ તેઓને હોસ્પિટલમાં દાખલ રહેવા માટે સૂચના આપી હતી. પરંતુ 24 કલાકમાં પોસ્ટ કોવિડ બીમારીએ આ બંને ભાઈઓનો જીવ લીધો હતો. આ ટ્વિન બ્રધર્સના અવસાન પછી હવે પરિવારમાં સૌથી મોટો દીકરો નેલફ્રેડ જ રહ્યો છે.

પરિવારે શુક્રવારે બપોરે 12.30 વાગ્યે મોટા પુત્રને તથા શનિવારે સવારે 10.30 વાગ્યે નાના પુત્રને ગુમાવ્યો હતો. તેમનો પરિવાર મોટા દીકરાનો અંતિમ સંસ્કાર કરીને પરત જ ફર્યો હતો કે નાના પુત્રના અવસાનના સમાચાર પણ સામે આવ્યા હતા. આમ માત્ર 22 કલાકમાં પરિવારે 2 જોડિયા પુત્રોને ગુમાવ્યા હતા.અત્યારસુધી સમગ્ર દુનિયામાં ઘણા ઓછા ટ્વિન બાળકોના કોરોનાને કારણે મૃત્યુ નીપજ્યાં છે. આ પ્રકારની ઘટના પહેલા ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બની ચૂકી છે. પરંતુ બંને કિસ્સાઓમાં નવજાત બાળકોનું કોરોનાને કારણે અવસાન થયું હતું. જેથી યુવા જોડિયા બાળકોનું કોરોનાને કારણે અવસાન થયું હોય એનો આ પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *