GUJARAT

છેલ્લે તો સ્વીકારવું જ પડ્યું : આખરે સરકારે સ્વીકાર્યું કે કોરોના મામલે સરકાર ની આ ભૂલ હતી

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ગૃહ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે દિવ્ય ભાસ્કરના અહેવાલ પર ખુલાસો અપતા સમયે આ કબૂલાત કરી હતી. વર્ષ 2020ના માર્ચ-એપ્રિલમાં 44,943 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયા હોવાનું દર્શાવ્યું હતું. એના જવાબમાં પંકજકુમારે કહ્યું કે આ આંકડા 30 ટકા ઓછા છે.હકીકતમાં તો ગત માર્ચ-એપ્રિલ 2020માં 61,505 મૃત્યુ પ્રમાણપત્ર ઇશ્યૂ કરાયા છે.

મીડિયાએ જ્યારે એમને પૂછ્યું કે સરકાર મોર્બિડ-કોમોર્બિડના આંકડા કેમ જાહેર નથી કરી રહી? તો પંકજકુમાર એનો સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. તેમણે માત્ર એટલું કહ્યું કે આ બાબતે સીએમ અને સત્તાધીશો માહિતી આપી ચૂક્યા છે. પણ સાચી વાત એ છે કે આજ સુધી રાજ્યના લોકોને આ સાચા આંકડા કોઈએ જણાવ્યા જ નથી.સુઓમોટો પરની સુનાવણીમાં 15 એપ્રિલ 2021ના રોજ ખુદ હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે, સરકાર મોર્બિડ અને કોમોર્બિડ એમ બંનેથી થયેલા મોતના આંકડા જાહેર કરે.

જેથી લોકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત થાય. સરકારે હાઇકોર્ટમાં 19 એપ્રિલના રોજ અને 15 મેના રોજ હાઇકોર્ટમાં એફિડેવિટ કરી હતી, પરંતુ મોર્બિડ અને કોમોર્બિડ મૃત્યુના આંકડા રજૂ કર્યા નહોતા. આમ, સરકાર હાઇકોર્ટની પણ ઉપેક્ષા કરી રહી છે.એ ડેથ સર્ટિફિકેટ્સ ખુદ સરકારની સંસ્થાઓએ ઇસ્યુ કર્યાં છે. સ્મશાનના આંકડા, અખબારોમાં પ્રકાશિત બેસણા-અવસાન નોંધ, હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં નીકળેલા શબ પણ મોતના પુરાવા છે.મોતના આંકડા પર સતત પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આમ છતાં સરકાર આંકડા જાહેર કેમ નથી કરી રહી? મોર્બિડ-કોમોર્બિડની માયાજાળ કેમ રચી? પહેલા સરકાર પ્રેસ કોન્ફરન્સ કરીને આંકડા જણાવતી હતી તે પણ બંધ કરી દીધા, કેમ? સરકાર પ્રેસ રિલીઝમાં જે આંકડા બતાવે છે તેનાથી અનેકગણી વધારે ચિતા સ્મશાનમાં સળગી રહી હતી.

અમે સમજીએ છીએ કે આ મહામારી છે, મોત પર કોઈનો કાબૂ નથી છતાં પ્રજાનો એ હક છે કે સરકાર મોતની સાચી માહિતી આપે.રાજ્યોએ કોરોનાના સાચા આંકડા જણાવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *