GUJARAT

ગુજરાત પર આવનાર ‘તૌકતે’ નામના સંકટ સામે cm રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો

ગુજરાત સંકટ આવી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંદેશો આપ્યો હતો. CMએ કહ્યું કે, તમામ પ્રકારની વ્યવસ્થા અસરગ્રસ્ત વિસ્તારોમાં કરી દેવાઈ છે. મેડિકલ સુવિધા અંગે પણ અગાઉથી તૈયારીઓ કરી દેવાઈ છે. તમામ દરિયાઈ વિસ્તારના કલેક્ટરોને સતર્ક કરી દેવાયા છે. અને સૂચના આપી દેવાઈ છે.

કેન્દ્ર તરફથી 24 NDRFની ટીમ ગુજરાત પહોંચી ગઈ છે. સાથે ગુજરાતની 10 જેટલી ઈમરજન્સી ટીમને પણ જે તે સ્થળ પર મોકલી દેવાઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જો વાવાઝોડાની અસરથી ઝાડ પડવા અને રસ્તા રોકાવવાની સ્થિતિને પહોંચી વળવા માટે વનવિભાગના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે.

CM રૂપાણીએ વાવાઝોડાની સ્થિતિ અંગે આપી જાણકારી. કંટ્રોલરૂમથી સતત વાવાઝોડા પર નજર રાખીએ છીએઃ CM, એકપણ વ્યક્તિ જીવ ન ગુમાવે તે રીતે તૈયારીઓ કરી. કોરોનાના ગંભીર દર્દીઓને ધ્યાને રાખીને વ્યવસ્થા, વીજ પુરવઠો કપાઈ જતા દર્દીઓને અગવડ ન થાય તેવી વ્યવસ્થા કરી.

તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈ વાયુ સેનાની મદદથી NDRFની ટીમ જામનગર પહોંચી છે. NDRFના 278 જવાનોને જામનગર અને રાજકોટ લવાયા છે. જેમની સાથે રેસ્ક્યુ માટેના તમામ સાધનો વાયુસેનાના એરક્રાફટમાં પણ લવાયા છે. ભુવનેશ્વર અને ભટીંડાથી NDRFની ટુકડીઓ ગુજરાત પહોંચી ચૂકી છે. સમગ્ર રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો અસર વર્તાઇ રહી છે ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા પણ આગોતરી તૈયારી હાથ ધરી છે અને કુલ 16 ટિમો બનાવી જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિને પહોંચીવવા તમામ ટિમો સાધનોથી સજ્જ કરવામાં આવી છે. એક તરફ કોરોના લહેર યથાવત છે ત્યાં હવે તૌકતે વાવાઝોડાનો ખતરો ઘેરાઇ રહ્યો છે. તૌકતે વાવાઝોડાના પગલે સુરત શહેરમાં ફાયર તંત્ર એલર્ટ થઈ ગયું છે. જોકે ફાયર તંત્ર 16 ટીમ તૈયાર કરીને સાધનો સાથે સજ્જ છે. આ સાથે ઈમરજન્સી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *