GUJARAT

વાવાઝોડા વચ્ચે વધુ મોટી આફત તરીકે ભૂકંપ ,રાજ્ય ના આટલા જિલ્લા માં 4.8 ની તીવ્રતા ના ભૂકંપ ના આંચકા

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી ઊઠી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.8 નોંધાઈ છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે ‘તાઉ-તે’ વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા છે.’તાઉ-તે’ વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે, એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન વાવાઝોડાની અગમચેતી રૂપે તૈયારીની સમીક્ષા કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વીડિયો-કોન્ફરન્સ કરી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

રાજ્યમાં સ્થિતિ બેકાબૂ ના થાય એ માટે સરકારે આર્મી, નૌસેના અને વાયુસેનાને પણ સ્ટેન્ડુ ટુ રહેવાનો નિર્દેશ આપ્યો છે. છે. આ સમીક્ષા બેઠક પછી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કહ્યું કે, વાવાઝોડું દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિ.મી. દૂર છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *