INDIA

વાવાઝોડાને કારણે રોડ પર વહેતા પાણીમાં કર્યા નોરા ફતેહીનો ‘હાય ગરમી’ વાળો ડાન્સ કર્યો-જુઓ વાયરલ વિડીયો

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે, જેના કારણે ત્યાંના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેનો ફાયદો ઉઠાવતા, ધીરજ નામના આ છોકરાએ ‘હાય ગરમી..’ ગીતનો હૂક સ્ટેપ કરીને એક વીડિયો બનાવ્યો.’હાય ગરમી’ નોરાના ફેમસ ડાન્સ નંબર્સમાંથી એક છે. ‘ગરમી’માં તેના ડાન્સના ઘણા વખાણ થયા હતા.

29 વર્ષની નોરા મૂળ મોરક્કો, કેનેડાની રહેવાસી છે. તેને 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરવન્સ’થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. નોરાએ કેટલીક હિંદી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મમાં પણ સ્પેશ્યિલ અપીયરન્સ આપ્યો છે, જેમાં ‘બાહુબલીઃ ધી બિગનિંગ’ પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *