SPORT

ભારત પાકિસ્તાન ની મેચ જોવા માટે ઉત્સાહી લોકો માટે મોટા સમાચાર,જાણો અહી

એશિયા કપ છેલ્લે 2018માં યોજાયો હતો. આ વર્ષે એશિયા કપ જૂન મહિનામાં યોજાવાનો હતો.પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડાયેલ એશિયા કપ કોરોનાના વધતા કેસના કારણે રદ કરાયો છે.

પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સીઈઓ એશ્લી ડિસિલ્વાએ જાહેરાત કરી હતી કે કોરોના મહામારીમાં વધતા કેસ વચ્ચે આ ટૂર્નામેન્ટ યોજવી મુશ્કેલ છે. અમારા માટે જૂનમાં આ ટૂર્નામેન્ટ કરવી શક્ય નથી.જોકે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી.

ભારત-પાકિસ્તાનની મેચ જોવા ઈચ્છતા લોકો માટે આ ખરાબ સમાચાર છે. કોરોનાને લીધે ઘણાં આયોજનો પર પાણી ફરી વળ્યું છે ત્યારે આ ટૂર્નામેન્ટ પણ રદ કરાઈ છે.

પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શનના કારણે ભારતની ટીમ ત્યાં જાય એ શક્ય ન હતું, આથી ટૂર્નામેન્ટને શ્રીલંકામાં યોજવાનું નક્કી કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *