GUJARAT INDIA

કોરોના નો કહેર પાછો શરૂ થયો ,સ્મશાન માં લાઈનો લાગી ને એક સાથે 15 ….

કોરોનાની ઘાતક સાબિત થયેલી લહેરમાં અનેક લોકોનાં મોત થયાં છે, જેને કારણે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર માટે લાંબી લાઈનો જોવા મળી રહી હતી. માત્ર સ્મશાન જ નહીં, હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ થતી કર્મકાંડમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. વિધિ કરાવનાર બ્રાહ્મણના જણાવ્યા અનુસાર, જે વિધિમાં એકસાથે 1 અથવા 2 પરિવારના લોકોને એકસાથે બેસાડવામાં આવતા હતા, તેની જગ્યાએ એકસાથે 15 પરિવારના લોકોને બેસાડીને વિધિ કરવામાં આવતી હતી.

અમદાવાદ શહેરમાં આવેલા ભદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે કર્મકાંડ વિધિ કરાવવામાં આવે છે. હિંદુ ધર્મ પ્રમાણે વ્યક્તિના મૃત્યુના 10 દિવસ બાદ વિધિ કરવામાં આવે છે, જેમાં દશમું, બારમું, સજા ભરવી, પિંડદાન સહિતની વિધિ કરવામાં આવે છે. સામાન્ય દિવસોમાં 10થી 12 બ્રાહ્મણો હાજર રહીને તમામ વિધિ કરાવતા હતા, પરંતુ કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોનાં મૃત્યુ વધતાં ભદ્રેશ્વર મંદિર પાસેના ઘાટ પર 50થી વધુ બ્રાહ્મણો દ્વારા આ વિધિ કરાવવામાં આવતી હતી. સવારે 5 વાગ્યે આવીને લોકો જગ્યા રોકી લેતા હતા અને 7 વાગ્યે વિધિ શરૂ કરવામાં આવતી હતી.

કોરોનાને કારણે એપ્રિલ મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવા લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. જ્યારે મૃત્યુ બાદ સ્મશાનમાં પણ લોકોએ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું અને એ બાદ મૃત્યુ પછીની અંતિમ વિધિમાં પણ પરિવારે લાઈનમાં જ ઊભું રહેવું પડતું હતું. એડવાન્સ જગ્યા અને બ્રાહ્મણને બુક કરાવવા પડતાં હતાં અને 2 કલાક અગાઉ જ ઘાટ પર કર્મકાંડ વિધિ માટે પહોંચી જવું પડતું હતું.

આ અંગે વિધિ કરાવનાર બ્રાહ્મણ જયેશ પંડ્યાએ જણાવ્યું હતું કે હું છેલ્લાં 22 વર્ષથી કર્મકાંડ વિધિ કરાવું છું. કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ત્યારે અમારી પર લોકોના કોલ વધારે આવવા લાગ્યા અને અમે વિધિ કરાવતા હતા. ગત અઠવાડિયા સુધી એક જ વખતમાં 15 અલગ અલગ પરિવારના સદસ્યોને એકસાથે બેસાડીને વિધિ કરાવતા હતા, જેમાં કોઈકનાં માતા, પિતા, ભાઈ, બહેન, દીકરી, દીકરી, ભાભી સહિત અલગ અલગ સભ્યોનાં મૃત્યુ થયા હોવાથી તેમની પાછળ વિધિ કરવામાં આવતી હતી.

આ ઉપરાંત 15 લોકો એકસાથે બેસતા હતા, તેમાંથી 13 વ્યક્તિનાં પરિવારજન કોરોનાને કારણે મૃત્યુ પામેલાં હતાં. અગાઉ સામાન્ય રીતે વિધિ કરતા સમય સાથે બેસીને વિધિ કરવામાં આવતી હતી, પરંતુ હવે કોરોના શરૂ થતાં 4 ફૂટના અંતર પરિવારના સભ્યને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *