INDIA

PM મોદી આ 10 રાજ્ય ના CM સાથે મીટીંગ કરી ને કોરોના ને કાબુ કરવા મોટા નિર્ણયો લેશે ,જાણો અહી

એમાં ઝારખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કેરળ, રાજસ્થાન, ઓડિશા, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે આજે 10 રાજ્યના 54 જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક કરશે.

જાણકારી અનુસાર, PMની બેઠક પહેલાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ મામલે રાજ્યો પાસેથી રજૂઆત માગી હતી,આ દરમિયાન તેઓ કોરોના અને બીજી લહેરથી પરિસ્થિતિ મુદ્દે અધિકારીઓ સાથે તેમના અનુભવોની ચર્ચા કરશે. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે.

આ પહેલાં PMO તરફથી બેઠક મુદ્દે રાજ્યોના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ ડિરેક્ટર જનરલ (DGP)ને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી.આ દરમિયાન, તેમણે સ્થાનિક કન્ટેનમેન્ટ ઝોન, એગ્રેસિવ ટેસ્ટિંગ અને જિલ્લાના લોકોને સચોટ અને સંપૂર્ણ માહિતી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.તેમણે એમ પણ કહ્યું હતું કે જિલ્લાની હોસ્પિટલોમાં કેટલા બેડ ઉપલબ્ધ છે? ક્યાં ઉપલબ્ધ છે? આ પ્રકારની માહિતી આપવાથી લોકોની સુવિધા વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *