INDIA

રેસ્કયું નો ચોથો દિવસ હજી સુધી 37 મૃતદેહ મળી આવ્યા છે ને આટલા બધા લોકો હજુ લાપતા – ૐ શાંતિ

ગુરુવારે મોડી રાત્રે 11 મૃતદેહો INS કોલકાતાથી મુંબઇના દરિયાકાંઠે લાવવામાં આવ્યા હતા. નૌકાદળના ઓપરેશનનો આજે ચોથો દિવસ છે અને રેસ્ક્યૂ ઓપરેશનનો 55 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે. ચક્રવાતી વાવાઝોડું ‘તાઉ-તે’ના કારણે દરિયામાં ડૂબેલા જહાજ 9 માં સવાર 37 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

INS કોચ્ચિ દ્વારા હજી પણ દરિયામાં બચાવ કામગીરી ચાલી રહી છે. સમુદ્રની લહેરો વચ્ચે હજી પણ 38 ખલાસીઓ ગુમ છે. ONGCના જણાવ્યા અનુસાર તેના પર 263 લોકો સવાર હતા. જો કે, અગાઉ નેવી તરફથી આ આંકડો 273 જણાવવામાં આવ્યો હતો.

લહેરોમાં ગુમ થયેલ લોકોની શોધ માટે નૌકાદળના વિમાન અને હેલિકોપ્ટર લગભગ 60 કલાકથી વધુ સમયની ઉડાન ભરી ચૂક્યા છે.નૌકાદળ હવે તેના ટોહી એરક્રાફ્ટ P-81ની મદદ લઈ રહ્યું છે. ત્રણ પી-81વિમાન તમિલનાડુ એરબેઝથી ઉડાન ભરીને મુંબઈના દરિયામાં ખલાસીઓની શોધ કરી રહ્યા છે.

5 INS જહાજ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન મુંબઇના દરિયાકાંઠેથી લગભગ 88 કિલોમીટર દૂર હીરા ઓઇલ ફીલ્ડ્સ વિસ્તારમાં જહાજ ડૂબી ગયું હતું.અગાઉ અન્ય ત્રણ જહાજો, GAL કન્સ્ટ્રક્ટર પર 137 લોકો ફસાયેલા હતા, તે બધાને બચાવી લેવામાં આવ્યા છે. બાર્જ SS-3 પર 202 લોકો અને સાગર ભૂષણ પર 101 લોકો ફસાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *