fact GUJARAT

સૌરાષ્ટ્ર પર હજુ સુધી દુઃખ ના વાદળો,આવી છે આ મોટી આફતો

‘તાઉ-તે’ વાવાઝોડાએ વિનાશ વેર્યા પછી રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો હજી તેની અસરમાંથી બહાર આવી શક્યા નથી. અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં આજે વાવાઝોડાની અસરને 5 દિવસ જેટલો સમય વિત્યા પછી પણ હજી સુધી વીજળી સહિતની સુવિધાઓ પુર્વવત થઇ નથી. જેના કારણે ત્યાંના રહેવાસીઓની હાલત કફોડી થઇ છે. અનેક વિસ્તારોમાં વાવાઝોડાના કારણે રહેઠાણ ગુમાવી ચૂકેલા લોકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. વીજળી ન હોવાના કારણે અનેક ઘરોમાં ચૂલા શરૂ થઇ શક્યા નથી. લોકો સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પહેલાની જેમ સામાન્ય થાય તેવી સુવિધા ઉભી કરવામાં આવે તેવા માગ કરી રહ્યાં છે.

રાજુલા અને જાફરાબાદ પંથકમાં 5 દિવસથી વીજળી વિહોણા હોવાને કારણે લોકોને અનેક પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો 24 કલાક ઘરે રહી શક્તા નથી. એક તરફ કોરોના મહામારી પણ ચાલી રહી છે. તેવામાં ફરજિયાતપણે બહાર રહેવું પડે છે. વીજ તંત્ર દ્વારા માત્ર વિજપોલ ઉભા કરવાની કામગીરી કરાય રહી છે સાથે વીજ વાયરો પણ લગાવી રહ્યા છે પરંતુ લોકોને ઝડપથી વીજળી મળે તેવી સમગ્ર શહેરી અને રૂલર ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિત ખેડૂતો ઉઠાવી રહ્યા છે કેમ કે વીજળી નહિ હોવાને કારણે લોકો ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા છે તમામ પ્રકારની કામગીરી બંધ પડી છે

આ પંથકમાં પાણીની સમસ્યા પણ સર્જાઈ છે. પીવાના પાણી માટે લોકોને દોડધામ કરવી પડી રહી છે. લોકોને રોજે રોજનું પાણી ટેન્કર મારફતે અથવા તો જનરેટરના માધ્યમથી મોટરો શરૂ કરીને આપવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં અનેક મોબાઇલ ટાવરોને વાવાઝોડામાં નુકસાન પહોંચ્યું છે. જેના કારણે સૌથી મોટી સમસ્યા નેટવર્કની ઉભી થઇ છે. લોકોને મદદ માટે કે અન્ય કામ માટે બીજા શહેરના કે ગામના લોકોનો સંપર્ક કરવો હોય તો હાઇવે પર જવુ પડે છે.ડીયાળી ગામના અગ્રણી બાબુભાઇ ઓઝાએ કહ્યું કે, અત્યારે વીજ તંત્ર તાકીદે વીજળી શરૂ કરે કારણ કે, ગામના લોકોની હાલત કફોડી છે. લાઇટ ન હોવાથી ઘંટીઓ બંધ છે. લોકો પાસે અનાજ છે પરંતુ તેને દળાવવા માટે ક્યાં જવું તે પ્રશ્ન છે. વીજળી નહીં આવે તો ખાવા-પીવાની અછત ઉભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 20 તારીખએ પીપાવાવ મુલાકાતે આવ્યા ત્યારે આ વિસ્તારને રવિવાર સુધીમાં વીજપુરવઠો મળી જવાની જાહેરાત કરી દીધી છે. શું રવિવાર પહેલા વીજળી શરૂ થશે કે કેમ તે પણ લોકો સતત સર્ચા કરી રહ્યા છે. મુખ્યપ્રધાનના નિવેદન પર લોકો આશા રાખી રહ્યા છે. હવે રવિવાર સુધીમા વીજળી મળશે કે કેમ તે હવે જોવાનુ રહ્યુ છે.

​​​​​​​રાજુલા શહેરના હાર્દિક ટીમાણીયા નામના યુવકે કહ્યું છેકે, વીજળી વગર બાળકો સૌથી વધું હેરાન થાય છે. યુવાનો ગરમીથી બચવા શહેરો તરફ જઇ રહ્યાં છે. લોકોને ઘરે ગમતું નથી. વીજળી સરકાર તાકીદે આપે તે જરૂરી છે. નહિતર નાના મોટા બીમાર વૃદ્ધો ગુમાવવા પડશે. કારણ કે આટલી બધી ગરમી ઉકળાટ દિવસભર તડકો કેવી રીતે સહન કરવો. 5 દિવસ થયા સરકારે ઇમરજન્સી લાઈટ આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *