SURAT

સુરતમાં કાપડ માર્કેટ અને હીરાબજારને લઈ આવ્યા મોટા સમાચાર ,જાણો

કોરોનામાં નિયંત્રણ આવતા શુક્રવારે સવારે 9 કલાકથી બપોરે 3 કલાક સુધી ટેક્સટાઇલ માર્કેટ, હીરાબજાર, સહિતના નાના મોટા બજારો ચાલુ રહેશે. એક તરફ જ્યાં મિની લાેકડાઉનમાં જ્યાં ટેક્સટાઇલના કાપડ ઉત્પાદનના યુનિટો ચાલુ રહ્યાં હતા ત્યાં બીજી તરફ ગ્રેની ખરીદીથી લઇને મિલમાં જોબવર્ક કરવાવાળા ટ્રેડર્સની દુકાનો બંધ રહેવાથી કાપડ ઉદ્યોગ ઠપ પડ્યો હતો.

આ જ સ્થિતિ હીરાબજારની પણ હતી.શહેરમાં નાના-મોટા કુલ 50 હજાર જેટલા રિટેલર્સ છે. જેમનું માસિક ટર્ન ઓવર અંદાજે 4 હજાર કરોડ રૂપિયા જેટલું થાય છે.

આમ 23 દિવસ સુધી બંધ રહેવાથી આ રિટેલર્સને પણ મોટું નુકસાન થયું છે.બજાર ચાલુ કરવાના સરકારના નિર્ણય પર ફોસ્ટાના અધ્યક્ષ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, આ એક સારુ પગલું છે પરંતુ વેપારની ગાડીને પાટે ચડતા હજુ વાર લાગશે. જ્યાં સુધી દેશભરના બજારો નહીં ખુલશે ત્યાં સુધી માહોલ ઠંડો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *