fact GUJARAT INDIA

કોરોના પછી આવતી જીવલેણ બીમારી બ્લેક ફંગસ થી બચવા માટે આટલું કરો એટલે નહિ આવે વાંધો

ભારત કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે, અપાર અવ્યવસ્થાના કારણે લાખો ભારતીયોને ઘણું બધુ સહન કરવું પડ્યું છે ત્યાં બીજી એક મોટી આફતે ભારતનું ટેન્શન વધાર્યુ છે. દેશમાં બ્લેક ફંગસના કેસ ખૂબ તેજીથી વધી રહ્યા છે. દેશભરમાં આ બીમારીના અત્યાર સુધીમાં 7 હજારથી વધારે કેસ સામે આવ્યા છે જ્યારે 200 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બ્લેક ફંગસને મહામારી જાહેર કરવા માટે રાજ્યોને આદેશ આપી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના કેસ સતત વધી રહ્યા છે જેમાં બ્લેક ફંગસની સાથે સાથે વ્હાઇટ ફંગસ પણ હવે લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. ગુજરાતમાં જ્યાં બ્લેક ફંગસના કેસ 1200ની નજીક પહોંચી ગયા છે ત્યાં અમદાવાદ સોલા સિવિલમાં વ્હાઇટ ફંગસના 2 કેસ જ્યારે સિવિલમાં વ્હાઇટ ફંગસના 4 કેસ નોંધાયા છે. આ સિવાય એક ખાનગી હોસ્પિટલમાં પણ એક કેસ સામે આવ્યો છે. ગુજરાતમાં આ બિમારીઓની સારવાર માટે જરૂરી ઈંજેક્શનની અછત થઈ ગઇ છે ત્યાં બ્લેક ફંગસ અને વ્હાઇટ ફંગસના વધતાં કેસના કારણે ટેન્શન વધ્યું છે.

કોરોના વાયરસ સામે લડતા દેશ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે કે હવે અન્ય એક મહામારી લોકોના જીવ લઈ રહી છે. તબીબી એક્સપર્ટનું માનવું છે કે વધુ પડતાં સ્ટીરોઇડના ઉપયોગના કારણે બ્લેક ફંગસ થઈ રૂય છે. કોરોનાની સારવાર બાદ જ આ કેસ સામે આવી રહ્યા છે ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા તેની મફત સારવાર માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાનગી હોસ્પિટલો માટે પણ સરકારે સારવારની કિંમત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *