INDIA

તૌકતે બાદ ‘યાસ’ ગંભીર ચકરવાતમાં ફેરવાય તેવી આશંકા, હવામાન વિભાગે કરી મોટી આગાહી

એક ચક્રાવાતી તોફાન તૌક્તે બાદ હવે દેશના પૂર્વ તટીય વિસ્તારોમાં ચક્રાવાત ‘યાસ’નો ખતરો હાલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રાવાતી તોફાન ‘યાસ’ ઓરિસ્સા અને પ. બંગાળના તટીય વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બની રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દેશના પશ્ચિમી તટ પર આવેલા ભીષણ ચક્રાવાત તૌક્તે બાદ ભારતીય નૌસેનાએ મોટા પાયે રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું હતું.

ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશકે કહ્યું કે 26મેની સાંજે આ ચક્રાવાત પ. બંગાળ, ઓરિસ્સા અને પડોશી દેશ સાથે અથડાય તેવી સંભાવના છે. તેઓએ કહ્યું કે પ.બંગાળ, ઉત્તરી ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટ પર 26મેની સવારથી હવાની ગતિ 90-110 કિમી/કલાકની રહેશે. સાંજ સુધી તેમાં વધારો થઈ શકે છે.

શનિવારે પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેની પાસે આવેલા ઉત્તરી અંડમાન સાગરની ઉપર એક નિમ્ન દબાણનું ક્ષેત્ર બન્યું. એક ઓછા દબાણનું ક્ષેત્ર ચક્રાવાતનું પહેલું ચરણ હોય છે. આઈએમડીએ કહ્યું કે એક ઓછા દબાણનું ક્ષેત્ર આજે બંગાળની ખાડીના પૂર્વ મધ્ય ક્ષેત્ર પર વિક્ષોભમાં કેન્દ્રિત થવાની આશંકા છે.

તેના ઉત્તર પશ્ચિમની તરફ વધવાની શક્યતા છે જે 24 મે સુધી ચક્રાવાત તોફાનમાં ફેરવાઈ શકે છે. માછીમારોને માટે ચેતવણી જાહેર કરાઈ છે. તેમાં બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વી અને પૂર્વી મધ્ય, અંડમાન સાગર અને અંડમાન નિકોબાર દ્વીપ સમૂહની તરફથી 22-24 મેની વચ્ચે ન જવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *