INDIA

આટલો ક્રૂર કોરોના: મોટા પુત્રના અંતિમ સંસ્કાર કરીને પરત ફર્યા તો નાના પુત્રનો મૃતદેહ હતો નનામી પર, છેવટે 15 દિવસમાં પિતાનું પણ નિધન-ઓમ શાંતિ

આ મહામારીમાં ઘણા પરિવારોના માળા વિખેરાયા છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદોશના ગ્રેટર નોઇડામાં સામે આવ્યો હતો. જ્યાં 15 દિવસની અંદર કાળમુખો કોરોના 2 પુત્ર સહિત પિતાને ભરખી ગયો હતો.ગ્રેટર નોઇડાના જલાલપુર ગામના અતર સિંહના 2 યુવાન પુત્રો 9 મેના રોજ કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા હતા.

તેવામાં શનિવારના રોજ બંને પુત્રોના અવસાનથી આઘાત પામેલા અને કોરોના સંક્રમિત પિતાનું પણ મૃત્યુ નીપજ્યું હતું. માત્ર 15 દિવસમાં કોરોનાએ સમગ્ર પરિવારને વિખેરી નાખ્યો હતો.કોરોના સંક્રમણને કારણે બંને પુત્રના મૃત્યુ પછી પિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા. અતરસિંહના પત્ની પ્રેમવતીનું 3 વર્ષ પહેલા જ નિધન થયું હતું. હવે આ પરિવારમાં સૌથી નાનો પુત્ર ભારત જ જીવતો રહ્યો છે,

જે કોર્ટમાં બેસે છે. દીપક ડીજે હતો અને એને લગ્ન નહોતા કર્યા. જ્યારે પંકજ બેરોજગાર હતો અને એની પત્ની અને 2 બાળકો પણ હતા. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ છે. અત્યારે આ પરિવારમાં માત્ર સૌથી નાનો પુત્ર ભારત અને એની ભાભી જીવીત છે. પરિવારમાં અત્યારે કોઈપણ કમાણી કરી શકે એવું રહ્યું નથી.

28 એપ્રિલે ગામમાં શોક સમાચારનો મારો બોલાયો હતો. પુત્રના અવસાન થયાના કેટલાક દિવસોમાં પિતાને પણ કોરોના થઈ ગયો હતો. એમને સારવાર માટે ગ્રેનો વેસ્ટમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યા રાતે એમની તબિયત અચાનક લથડી જતા પરિવારના સભ્યો એમને નોઇડાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં એમને ગણતરીના કલાકોમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ગ્રામજનોએ કહ્યું હતું કે આ પ્રમાણે ગામમાં સતત લોકો મૃત્યુ પામ્યા છે, તેમ છતા પ્રશાસન અને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરી રહ્યું નથી. માત્ર એક જ દિવસ પૂરતો કોરોનાનો ટેસ્ટ કરવા માટે કેમ્પ લગવાયો હતો. સેનિટાઈઝેશન પણ અમે જાતે કરાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *