INDIA

26 મેં ના રોજ અહીં ત્રાટકી શકે છે ‘યાસ’ 110 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો કેવી રહેશે સ્થિતિ

ગુજરાત ઉપર જેમ તૌકતે વાવાઝોડું ત્રાટક્યું હતું તેમ જ યાસ તોફાનના ઉત્તરી ઓરિસ્સાના બાલાસોરની નજીક 26મેની બપોરે દસ્તક આપે તેવું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર આ સમયે 155-165 કીમી/કલાકની ઝડપે હવા ચાલી શકે છે. આ ગતિ 185 કિમી/કલાકની હોઈ શકે છે.

કોલકત્તાના હવામાન વિજ્ઞાન કેન્દ્રના ઉપ નિર્દેશકે યાસને લઈને કરી આગાહી
તેઓએ કહ્યું છે કે ઓછા દબાણનું ક્ષેત્ર સોમવારે સવારે પૂર્વી મધ્ય બંગાળની ખાડીમાં બાલાસોરથી લગભગ 620 કિમમી દક્ષિણ – દક્ષિણ પૂર્વ અને પ. બંગાળના દીઘાથી 610 કિમી દક્ષિણ- દક્ષિણ પૂર્વમાં હતું.

તે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. તેઓએ કહ્યું કે 26મેની સવારે તેની તીવ્રતા વધશે અને તે ગંભીર ચક્રાવાતી તોફાનમાં ફેરવાશે. 26 મેના રોજ સવાર સુધીમાં પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશાના તટોને પહોંચી વળવા માટે ઉત્તર પશ્ચિમી બંગાળની ખાડી સુધી પહોંચવાનો અંદાજ છે. 26મેના રોજ સવારે ઓરિસ્સાના તટ પર હવાના ઓછા દબાણના કારણે આ વિસ્તારના 90-110 કિમી / કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

પ.બંગાળ અને ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં 90-100 કિમીની ઝડપે હવા ચાલશે. જે વધીને 120 કિમી/ કલાક સુધી પહોંચશે. તેઓએ કહ્યું કે કોલક્તા, હાવડા અને હુગલીમાં 26મેના રોજ 70-80 કિમીની ઝડપે હવા ચાલશે. આ સાથે બંગાળમાં 26મેની સાંજે અને 27મેની સવારે 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *