AHMEDABAD GUJARAT

અમદાવાદ માં ભીષણ આગ ,15 ફાયર બ્રિગેડ ની ગાડી આવી તો …..

અમદાવાદ માં ભીષણ આગ ,શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલાં ઝૂંપડાંમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં 12થી વધુ ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડની 15 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

એમ્બ્યુલન્સ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા થોડીઘણી આગ કાબૂમાં આવી છે. આ દુર્ઘટનામાં 25ની આસપાસ ઝૂંપડાં બળીને ખાક થઈ ગયાં છે,ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા લોકોને દૂર કરવામાં આવી રહ્યા હતા. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવી રહી હતી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *