INDIA

ભાજપ નો આ મોટો નેતા જ વેચતો હતો નકલી ઈન્જેકશન ,પકડાયો તો કેહવા લાગ્યો…

યશોદા નગરમાં રહેતા પ્રકાશ મિશ્રાની ધરપકડ કરતાં જ તેણે પોલીસ સાથે દાદાગીરી શરૂ કરી દીધી હતી. પરંતુ તે પુરાવા સાથે ઝડપાઈ ગયો હોવાથી પોલીસે તેની એક પણ વાત સાંભળી નહોતી.

પોલીસે શુક્રવારે ફરિયાદ દાખલ કર્યા પછી પ્રકાશ અને તેના સાથે જ્ઞાનેશને જેલ મોકલી દીધા છે.પ્રકાશ પાસેથી જે કાર મળી છે તેના પર હાઈકોર્ટ લખ્યું છે. પોલીસે ગાડી સીઝ કરી દીધી છે.

પ્રકાશની ધરપકડ પછી પોલીસ ઉપર પણ ભાજપ નેતાઓના એક પછી એક ફોન આવવા લાગ્યા હતા. પરંતુ દરેકને આરોપની જાણ થયા પછી તેમણે પોતાની ભલામણ પાછી ખેંચી લીધી હતી.ગ્વાલટોલી પોલીસ સ્ટેશનના હેડ કૌશલ કિશોર દીક્ષિતે જણાવ્યું કે, આરોપીની તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે, પ્રકાશ મિશ્રા ભારતીય જનતા યુવા મોરચામાં કાર્યસમિતિ સભ્ય રહી ચૂક્યો છે.

તેના એક શહેર મંત્રી સાથે ઘણાં સારા સંબંધો છે. મંત્રીની મદદથી લઈને કાનપુરથી લઈને લખનઉ સુધી તેના ઘણાં સીનિયર નેતાઓ સાથે સારા સંબંધો છે. તે વાત તેની ફેસબુક પ્રોફાઈલ જોઈને જ ખ્યાલ આવે છે.પોલીસે જણાવ્યું કે, તપાસમાં ખબર પડી છે કે, આ નકલી ઈન્જેક્શનના કારણે વારાણસીમાં એક દર્દીનું મોત થયું છે. ફરિયાદ કરનારે પણ ભાજપ નેતા પાસેથી બ્લેકમાં ઈન્જેક્શન ખરીદ્યા હતા.

વિધિ વિજ્ઞાન પ્રયોગશાળામાં કાર્યરત ઔષધિ નિરીક્ષક ડૉ. સીમા સિંહને તપાસ માટે ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. તેમણે પ્રાથમિક તપાસમાં જ જણાવ્યું કે, જપ્ત કરવામાં આવેલા દરેક ઈન્જેક્શન નકલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *