INDIA

પિતા 2 કલાક સુધી દીકરીને લઈ હોસ્પિટલમાં ડોકટરોને શોધતા રહ્યા, સારવાર ન મળતા દીકરીએ લીધા અંતિમ શ્વાસ-ઓમ શાંતિ

પિતા 2 કલાક સુધી દીકરીને લઈ હોસ્પિટલમાં ડોકટરોને શોધતા રહ્યા, સારવાર ન મળતા દીકરીએ લીધા અંતિમ શ્વાસ,હકીકતમાં પિતા દીકરીને હોસ્પિટલ લઈ ગયા તો ત્યાં ઈમર્જન્સીમાં કોઈ જ ડોક્ટર ન હતા. દીકરીએ લઈ 2 કલાક સુધી ડોક્ટરોને શોધતા રહ્યા. આ સંજોગોમાં દીકરીનું મોત થયું.

આ ઘટના સિરૌલી ગૌસપુર સ્થિત મુખ્ય હોસ્પિટલની છે.બાળકીના મોત બાદ તેના માતાપિતાએ હોસ્પિટલના પરિસરમાં ભારે હંગામો કર્યો. માહિતી મળતા ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પરિવારને સમજાવી શાંત કર્યો હતો.

બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી આદિત્યનાથે આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે કાર્યવાહી કરવાની વાત કહી છે.કોતવાલી બદોસરાંયના તાસીપુર ગામના સંદીપ કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે તેમની 5 મહિનાની બાળકી નિત્યા ઘરમાં રવિવારે ઉંઘી રહી હતી. તે સમયે તે નીચે પડી ગઈ અને બેભાન થઈ ગઈ.

પરિવાર તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ ગયા. પણ ઈમર્જન્સીમાં કોઈ ડોક્ટર મળ્યા નહીં. પરિવારે ભારે દોડાદોડ કરી. પણ ડોક્ટર નહીં મળતા તેનું મોત નિપજ્યું.પરિવારે ડોક્ટર પર સારવારમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

બાળકીના માતાપિતા ઈમર્જન્સીમાં રહેલા ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. બાળકીના માતા-પિતા પાસે લેખિત ફરિયાદને લઈ પોલીસે કાર્યવાહીની વાત કહી. ત્યારે જ તેઓ શાંત થયા હતા.મુખ્ય મેડિકલ ઓફિસર ડોક્ટર બીકેએસ ચૌહાણે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટમાં જે દોષિત જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *