GUJARAT INDIA

12 સાયન્સ અને 12 કોમર્સ ની પરીક્ષા નું ટાઈમ ટેબલ જાહેર આ તારીખ થી પરીક્ષા શરૂ થશે

તાજેતરમાં શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. આ પરીક્ષા 16 જુલાઈ સુધી ચાલશે.

સાયન્સમાં 1 જુલાઈએ પહેલું પેપર ફિઝિક્સનું જ્યારે સામાન્ય પ્રવાહમાં પહેલું પેપર એકાઉન્ટનું રહેશે. આ પરીક્ષા 1 જુલાઈથી 16 જુલાઈ સુધી ચાલશે.
ધો.12 સાયન્સનું ટાઈમ ટેબલ

1-જુલાઇ ફિઝિક્સ
3-જુલાઇ કેમિસ્ટ્રી
5-જુલાઇ બાયોલોજી
6-જુલાઇ ગણિત
8-જુલાઇ અંગ્રેજી
10- ભાષાના પેપર

ધો.10ના રિપીટરોનું ટાઈમ ટેબલ

તારીખ પેપર
1-જુલાઇ ભાષાઓના પેપર
2-જુલાઇ ગુજરાતી
3-જુલાઇ વિજ્ઞાન
5-જુલાઇ ગણિત
6-જુલાઇ સામાજિક વિજ્ઞાન
7-જુલાઇ અંગ્રેજી
8-જુલાઇ દ્વિતીય ભાષા

બોર્ડની પરીક્ષાઃ પેપર સ્ટાઇલ, માર્ક્સ આ મુજબ રહેશ
અત્યાર સુધી એક વર્ગમાં 30 વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા. આ પરીક્ષામાં એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ બેસાડાશે.
જે તાલુકામાં પરીક્ષા લેવા માટે વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી થઇ જાય તે તાલુકા મથકને પરીક્ષા કેન્દ્રની મંજૂરી અપાશે. વિદ્યાર્થીને નજીકનું કેન્દ્ર અપાશે.
દરેક વર્ગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે.
પરીક્ષા કેન્દ્ર પર સેનિટાઇઝેશન,સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલ ગન સહિતની કોરોનાની એસ.ઓ.પી.નું પાલન ફરજિયાત કરાશે.

12 Replies to “12 સાયન્સ અને 12 કોમર્સ ની પરીક્ષા નું ટાઈમ ટેબલ જાહેર આ તારીખ થી પરીક્ષા શરૂ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *