INDIA

હદય કંપાવી નાખનાર કિસ્સો: 24 દિવસમાં જ પરિવારમાં 4 સગા ભાઈ સહિત 8 સભ્યોના મોત-ઓમ શાંતિ લખી શ્રદ્ધાંજલિ આપીએ

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવો એક પરિવાર છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન નહીં કરી શકતાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે.સોમવારે એકસાથે પરિવારના 5 સભ્યના તેરમાની વિધિ કરવામાં આવી.

આ પૈકી ચાર સગા ભાઈ હતા. પરિવારની ચાર મહિલાના સુહાગ એકસાથે ઊજડી ગયો છે. લખનઉ નજીક આવેલા ઈમલિયા પૂર્વા ગામમાં રહેતા ઓમકાર યાદવના પરિવાર પર કોરોનાની સૌથી મોટી ગોઝારી ઘટના સર્જાઈ છે.

ઓમકાર કહે છે કે 22 એપ્રિલથી 15 મે સુધી તેમના પરિવારના 8 સભ્યોનાં મોત નીપજ્યાં છે. કોરોનાએ તેમના સમગ્ર પરિવારને ઉજ્જડ કરી નાખ્યો છે.ઓમકાર યાદવ કહે છે, 24 કલાકની અંદર તેમની દાદી રૂપરાણી, માતા કમલા દેવી, ભાઈ વિજય, વિનોદ, નિરંકાર અને સત્યપ્રકાશ ઉપરાંત બહેન શૈલકુમારી, મિથલેશ કુમારીનાં મોત નીપડ્યાં છે.

25થી 28 મે વચ્ચે દરરોજ પરિવારના એક સભ્યનું મોત થતું હતું. દાદી રૂપરાણીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.પરિવારના સભ્ય ઓમકારે જણાવ્યું હતું કે 22 એપ્રિલથી 15 મે સુધી 8 લોકોના જીવ ગયા છે. કોરોનાએ સમગ્ર પરિવારને ઉજ્જડ કરી નાખ્યો.પરિવારના સભ્ય ઓમકારે જણાવ્યું હતું કે 22 એપ્રિલથી 15 મે સુધી 8 લોકોના જીવ ગયા છે.

અમે પરિવારના સભ્યોને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ત્યાર બાદ પણ તેઓ બચી શક્યા નહીં. ગામના સરપંચ મેવારામનું કહેવું છે કે આ ભયાનક ઘટના વચ્ચે સરકાર તરફથી ન તો કોઈ સેનિટાઈઝેશનની વ્યવસ્થા થઈ અને ન તો કોરોના સંક્રમણની તપાસ કરવામાં આવી. ગામમાં 50 લોકો સંક્રમિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *