GUJARAT INDIA

103% નું અનુમાન આટલા દિવસો બાદ પડશે ધોધમાર વરસાદ ,જાણો અહી…

ચોમાસું કેરળમાં પહોંચી ચૂક્યું છે. એના તમામ માપદંડો પૂરા થઈ ગયા છે. મોસમ વિભાગ થોડીવારમાં જ એની સમગ્ર વિગતો આપશે. દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન કેરળમાં પહોંચવાની સ્થિતિ થોડા દિવસો પહેલાં જ બનવાની શરૂ થઈ ગઈ હતી, જોકે આ વખતે ચોમાસું સમય કરતાં 2 દિવસ મોડું છે. ખાનગી એજન્સી સ્કાઈમેટ અગાઉ જ અનુમાન કરી ચૂકી છે કે આ વખતે વરસાદ સામાન્ય કરતાં વધુ, એટલે 103 ટકા થશે.

આ પહેલાં ચોમાસાએ આંદામાનમાં 21 મેના રોજ એન્ટ્રી લીધી હતી. 27 મેના રોજ અડધા શ્રીલંકા અને માલદિવ્સને પાર કર્યા પછી મજબૂત હવાની અછતને કારણે 7 દિવસ સુધી ચોમસાની ઉત્તરી સીમા કોમોરિન સમુદ્રમાં જ રોકાઈ ગઈ હતી, જોકે હવે પરિસ્થિતિ અનુકૂળ છે.જોકે આ વખતે ચોમાસું 2 દિવસ મોડું છે. બીજી તરફ, કેરળમાં છેલ્લા 4 દિવસથી પ્રી-મોન્સૂન વરસાદ ચાલુ છે. બુધવારે અહીં સેટેલાઈટ ઈમેજમાં તટવર્તી વિસ્તારો અને એની નજીકના દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં વાદળો જોવા મળ્યાં. મોસમ વિજ્ઞાન વિભાગ(IMD)નું કહેવું છે કે કેરળમાં વરસાદ પડવામાં વધારો થયો છે. દક્ષિણ સાગરના નીચલા સ્તરોમાં પવન ફૂંકાઈ રહ્યો છે.

કેરળ, લક્ષદ્રીપ અને કર્ણાટકનાં 14 મોસમ કેન્દ્રમાંથી 60 ટકા કેન્દ્રોમાં 10 મે પછી સતત બે દિવસ સુધી 2.5 મિલીમીટરથી વધુ વરસાદ થવો જોઈએ.જમીનની સપાટીથી સાડાચાર કિમી ઊંચાઈ સુધી પશ્ચિમી હવા ચાલવા લાગી, જમીનની સપાટીની નજીકની હવાની ગતિ 30-35 કલાક પ્રતિ કલાક સુધી હોય.​​​​વાદળોની જાડાઈ એટલી વધુ હોય કે જમીનથી આકાશ સુધી જનારા રેડિયેશન 200 વોટ પ્રતિ વર્ગમીટરથી પણ ઘટી જાય.સતત ત્રીજા વર્ષે સારો વરસાદ થશે

સ્કાઈમેટ એને જ સરેરાશ માનીને ચાલે છે, એટલે કે વરસાદનો આ આંકડો 100 ટકા માનવામાં આવે છે. આ વર્ષે 907 મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે. 2021માં મોન્સૂન દરમિયાન 103 ટકા વરસાદ થવાની શકયતા છે. 96 ટકાથી લઈને 104 ટકા વરસાદને સામાન્ય કરતાં વધુ સારો કહેવામાં આવે છે. 2019માં આ આંકડો 110 ટકા અને 2020માં 109 ટકા રહ્યો હતો, એટલે કે આ વખતે સતત ત્રીજા વર્ષે સારા વરસાદનો ફાયદો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *