GUJARAT INDIA

અરે બાપ રે આ વૃદ્ધ ના શરીર માંથી નીકળી નારિયેળ જેવડી મોટી પથરી ,જુઓ અહી

ભરૂચના તબીબે દેડિયાપાડાના આદિવાસી વૃદ્ધનો વિશ્વનો ચોથો સૌથી મોટો નારિયેળ સાઈઝનો 640 ગ્રામના એટલે કે અડધા કિલોથી વધુના વજનના પથરાથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે.

આદિવાસી વૃદ્ધના મૂત્રાશયમાં છેલ્લાં 15થી 20 વર્ષથી પથરીમાંથી પથરો બનેલો જોઈ તબીબ પણ ચોંકી ઊઠ્યા હતા. ઝીલ સર્જિકલના ડો. જયંતીભાઈ વસાવાએ વિશ્વની ચોથા નંબરનો સૌથી મોટો, દેશનો ત્રીજો અને ભરૂચ જિલ્લાનો પ્રથમ સૌથી મોટા પથરા અંગે જણાવ્યું હતું. ખેતમજૂરી કરતા 62 વર્ષીય વૃદ્ધ મોતીસિંગના શરીરમાં 20 વર્ષથી પથરી વિકસી રહી હતી. જોકે તેમને છેલ્લા 4 મહિના ઉપરાંતથી જ 640 ગ્રામની નારિયેળ સાઈઝનો પથરાથી તકલીફો શરૂ થઈ હતી. પેટમાં અસહ્ય દુખાવો, પેશાબમાં બળતરા, ચાલવામાં પણ ભારે તકલીફ અને ડાયેરિયાથી પીડાતા આ આદિવાસી વૃદ્ધ નિદાન માટે ભરૂચના તબીબ પાસે આવ્યા હતા.

એક્સ-રેમાં ગાંઠ જેવું દેખાયું હતું, જોકે સોનોગ્રાફી કરનારા તબીબને મૂત્રાશય નહીં દેખાતાં તેઓ અચરજમાં મુકાઈ ફરી જાતે એક્સ-રે કરતાં પથરાનું નિદાન થયું હતું. દર્દીનું તાત્કાલિક 2 જૂને અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં મૂત્રાશયમાં રહેલા 640 ગ્રામ વજન 4 ઇંચ લંબાઈ, 3 ઇંચ ઊંચાઈ અને પહોળાઈની પથરી નહિ, પણ મસમોટો પથરો બહાર કઢાયો હતો. જો દર્દીના ઓપરેશનમાં 2 દિવસનો પણ વિલંબ થાત તો તેનું મૃત્યુ થવાની પૂરી સંભાવના હતી.

આટલા મોટા પથરાને કારણે બંને કિડની ફેલ થઈ ગઈ હતી. કિડની ફિલ્ટ્રરેશન જે 90 % થવું જોઈએ એ પથરાને કારણે 4 ટકા જ થતું હતું. લોહીમાં યુરિયા પણ 40ના સ્થાને વધીને 194 ઓપરેશન પહેલાં હતું. જ્યારે ક્રિએટિન 1.1 ના સ્થાને વધીને 12.70 થઈ ગયું હતું. ઓપરેશનના 5 દિવસ બાદ વૃદ્ધની તબિયત સુધારા પર હોવાનું અને તેમને ડાયાલિસિસ કરાવવાની પણ જરૂર નહીં રહે ,એમ તબીબ ડો. જ્યંતી વસાવા કહી રહ્યા છે.

દેશમાં સૌથી ધરમપુરમાં વર્ષ 2018માં એક દર્દીના શરીરમાંથી મોટો 1365 ગ્રામનો પથરો કાઢવામાં આવ્યો હતો, જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. એ પહેલાં કાશ્મીરમાં એક દર્દીમાંથી 843 ગ્રામનો પથરો કાઢ્યો હતો, જ્યારે વિશ્વમાં અત્યારસુધી 1900 ગ્રામ એટલે કે 2 કિલો વજનનો પથરો બ્રાઝિલમાં એક દર્દીમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કઢાયો હતો. ડો. જયંતીભાઈ વસાવાએ જ ભરૂચમાં આગાઉ 1992માં પહેલી વખત 310 ગ્રામનો પથરો કાઢ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *