fact INDIA

શિક્ષા મંત્રાલય ની વિડ્યો કોન્ફરન્સ માં PM મોદી અચાનક આવ્યા અને કહ્યું કે……

શિક્ષા મંત્રાલયે ગુરુવારે CBSEના વિદ્યાર્થીઓની સાથે એક વીડિયો કોન્ફરન્સ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં અચાનક જોડાઈ ગયા. તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પરીક્ષાને લઈને સર્જાયેલી મુશ્કેલીઓ પર ચર્ચા કરી. એમ કહેવામાં આવે છે કે તેઓ ઘણા ઓછા સમય માટે બેઠકમાં જોડાયા હતા. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને માર્કિંગ કરવાની રીત વિશે પુછ્યું.

વાતચીત દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. કર્ણાટકથી નંદન હેગડેએ કહ્યું કે પરીક્ષા મારી જીંદગીની અંતિમ પરીક્ષા નથી. આગળ બીજી પરીક્ષાઓનો સામનો કરવાનો છે. આ અંગે મોદીએ કહ્યું કે હવે કઈ ઈવેન્ટ આવવાની છે. IPL જોશો કે ચેમ્પિયન્સ લીગ કે ઓલમ્પિકની ફાઈનલ જોશો. તેમાં મન લાગશે તમારુ. નંદને કહ્યું કે જરૂર જોઈશું.

ગુવાહાટીની એક વિદ્યાર્થીનીએ કહ્યું કે હું ધો.10માં હતી અને ટ્રાવેલિંગ કરી રહી હતી. આ દરમિયાન મને તમારી બુક દેખાઈ. તમે લખ્યું હતું કે એક્ઝામને તહેવારની જેમ ઉજવો. અમે તો એક્ઝામની તૈયારીઓ તહેવારની જેમ કરી હતી. હાલ સ્થિતિ સારી નથી પરંતુ તહેવારથી શું ડરવાનું. તેમ છતાં પણ અમે તમારા નિર્ણયથી ખુશ છીએ.વડાપ્રધાને 1 જૂને થયેલી એક હાઈલેવલ બેઠક બાદ CBSEની ધો.12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. તે પછી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશે પણ પોતાના રાજ્યના બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

CBSEના સચિવ અનુરાગ ત્રિપાઠીએ બુધવારે જણાવ્યું હતું કે સ્ટુડન્ટ્સના મુલ્યાંકન માટે સ્ટ્રક્ચરિંગ ક્રાઈટેરિયા પર કામ ચાલી રહ્યું છે, તેને પુરા કરવામાં લગભગ 2 સપ્તાહનો સમય લાગશે. પછીથી આ અંગે નિર્ણય લેવામાં આવશે. પ્રક્રિયા પુરી થતા જ તેને પબ્લિકે ડોમેનમાં લાવવામાં આવશે.ધો.12 પહેલા ધો.10 પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. ધો.10નું રિઝલ્ટ તૈયાર કરવા માટે 5 સભ્ય ધરાવતી શિક્ષકોની ટીમની રચના દરેક સ્કુલમાં કરવામાં આવી છે. આ ટીમ પણ ઈન્ટરનલ એસેસમેન્ટના આધાર પર ધો.10નું રિઝલ્ટ તૈયાર કરશે.

હવે ધો.12 માટે પણ ઈન્ટરનલ એસેસમેન્ટની ફોર્મ્યુલા પર જ ફોક્સ કરાઈ રહ્યો છે. જોકે એક્સપર્ટનું કહેવું છે કે ધો.12ના રિઝલ્ટમાં ધો.10ની પેટર્ન લાગુ ન કરી શકાય. તેનાથી હાયર સ્ટડી માટે પ્લાન બનાવી રહેલા સ્ટુડન્ટ્સને ઘણુ નુકસાન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *