GUJARAT INDIA

રાજ્ય સરકાર નો મોટો નિર્ણય : સોમવાર થી રાજ્ય માં આટલી છૂટછાટ ,જાણો અહી…

ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતાં રાજ્ય સરકારે આગામી સોમવાર, એટલે કે 7મી જૂનથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. 5મી જૂને શનિવારે પણ તમામ સરકારી કચેરીમાં કામગીરી ચાલુ રખાશે. એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે ફેલાતાં કચેરીઓના કર્મચારીઓ સંક્રમિત ન બને એ માટે સરકારે તમામ સરકારી-ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રાખવાનો અને સરકારી કચેરીઓ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

છેલ્લા દોઢ માસ કરતાં પણ વધુ સમયથી સરકારી-ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલતી હતી. હવે સોમવારથી તમામ કચેરી પૂર્ણ સ્ટાફથી કાર્યરત થઇ શકશે. જોકે કચેરીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઇડલાઇન્સનું પાલન કરવાનું અનિવાર્ય રહેશે. આ તરફ ગુજરાત હાઇકોર્ટે રાજ્યભરની તમામ નીચલી કોર્ટોમાં 7 જૂનથી પ્રત્યક્ષ સુનાવણીનો આદેશ કર્યો છે. માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતી કોર્ટ વીડિયો-કોન્ફરન્સથી ચાલી શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.​​​​​​​

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

કોર્ટની કામગીરી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે નક્કી કરેલી એસઓપીનું પાલન કરવાનું રહેશે. દરેક કોર્ટના પરિસરમાં પ્રવેશ-બહાર નીકળવા માટે માત્ર એક દરવાજો શરૂ કરી શકાશે. દરેક કોર્ટ રૂમમાં સેનિટાઇઝર રાખવાનું, સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોરોના પછી 15થી 17 માસ પછી કોર્ટો શરૂ કરાઇ રહી છે. લોકડાઉન દરમિયાન જુનિયર વકીલોની પ્રેક્ટિસ પર માઠી અસર પડી હતી. વકીલોએ હાઇકોર્ટમાં અનેક વખત પ્રત્યક્ષ સુનાવણી ફરીથી શરૂ કરવા માગણી કરી હતી. હજારો વકીલોની પ્રેક્ટિસ બંધ થવાથી સરકારમાં આર્થિક સહાય માગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *