fact GUJARAT

પેટ્રોલ ડિઝલ ના ભાવ માં અચાનક ઉછાળો ,રાજ્ય ના આ શહેરો માં 93 ને પાર…

બે દિવસના વિરામ બાદ આજે ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 26 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડિઝલના ભાવમાં પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો થયો છે.નવા ભાવ વધારા સાથે આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.80 રૂપિયા પર પહોંચી. જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 92.29 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 92 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત 92.49 રૂપિયા પર પહોંચી છે.રાજકોટમા પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.57 રૂપિયા પર તો ડિઝલની કિંમત 92.09 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.વડોદરામાં પેટ્રોલની પ્રતિ લિટરે 91.47 રૂપિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે 91.96 રૂપિયા પર પહોંચી છે.જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 91.72 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 92.22 રૂપિયા પર પહોંચી છે.જૂનાગઢમાં પેટ્રોલ પ્રતિ લિટરે 92.40 રૂપિયા વેંચાય રહ્યું છે. જ્યારે ડિઝલ 92.91 રૂપિયા પ્રતિ લિટરે વેંચાઈ રહ્યું છે.સુરતમાં પેટ્રોલની પ્રતિ લિટરે કિંમત 91.81 રૂપિયા. જ્યારે ડિઝલની કિંમત 92.3 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 93.37 રૂપિયા જ્યારે ડિઝલ પ્રતિ લિટરે 93.85 રૂપિયા વેચાઈ રહ્યું છે.

મે મહિનાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં વોલેટિલિટિ વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના ભાવમાં 16 વખત વધારો કર્યો હતો. તો બીજી તરફ અનેક રાજ્યમાં લોકડાઉનના કારણે તેની માગમાં 17 ટકાનો ઘટાડો નોંધાયો છે.દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છેપેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *