INDIA SPORT

ટેસ્ટ વર્લ્ડ કપ ની ફાઇનલ મેચ રમવા તૈયાર છે ટીમ ઇન્ડિયા – રોહિત,પંત અને બુમરાહે શેર કરી શાનદાર તસવીરો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 18મી જૂનથી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાવવાની છે. એકદમ મહત્વપૂર્ણ મેચ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સાઉથેમ્પ્ટન પહોંચી ચૂક્યા છે. ઇંગ્લેન્ડ પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓએ હૉટલમાં ચેઇ-ઇન કરી લીધુ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી ચૂકી છે.ખેલાડીઓએ ઇંગ્લેન્ડ પહોંચતા જ હૉટલની તસવીરોને સોશ્યલ મીડિયા પરથી શેર કરી છે. આ તસવીરોમાં સાઉથેમ્પ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પણ પાછળ દેખાઇ રહ્યું છે.

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપરન બેટ્સમેન રોહિત શર્માએ ગ્રાઉન્ડ પરથી તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં રોહિતે લખ્યું અમે સાઉથેમ્પ્ટનમાં છીએ, સાથે ઋષભ પંત..રોહિતની આ તસવીરોમાં પાછળથી સાઉથેમ્પ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ દેખાઇ રહ્યું છે. રોહિત શર્મા થમ્પની સાઇન કરી રહ્યો છે, જ્યારે પાછળ પંત હંસતો ચહેરો રાખીને પૉઝ આપતો દેખાઇ રહ્યો છે.

ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ હૉટલના રૂમમાંથી બાલકનીની તસવીર પૉસ્ટ કરી, સાહાએ ટ્વીટ કરીને લખ્યું- આ અમારા રૂમની બાલકનીનો સીન છે.

ફાસ્ટ બૉલર બુમરાહે પણ મેદાનની બાલકનીમાંથી સ્માઇલી પૉઝ આપ્યો છે. તસવીરમાં બુમરાહ ચશ્મા અને ટીશર્ટ પહેરોલો દેખાઇ રહ્યો છે.

પુરુષ ટીમને 18 જૂનથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ડબલ્યૂટીસીની ફાઇનલ મેચ રમવાની છે. ન્યૂઝીલેન્ડ હાલ ઇંગ્લેન્ડ વિરુદ્ધ લૉર્ડ્સમાં બે મેચોની ટેસ્ટ સીરીઝની પહેલી મેચ રમી રહી છે. કીવી ટીમ ટેસ્ટ સીરીઝ બાદ 14 જૂન સાઉથેમ્પ્ટન પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *