fact

આ જગ્યા એ કાદવ માંથી સોનું મળે છે, લોકો સોનું વેચી ને જ પૈસા કમાય છે.

વિચારો કે તમને એક એવી જગ્યા વિશે ખબર પડે કે જ્યાં રોજ જવાથી તમને સોનુ મળશે, તો તમે પણ ખુશ થઈ જશો. બાદમાં તમને થશે કે આવું શક્ય નથી તે ખાલી કલ્પના કરવા માટે સારું છે. પરંતુ જાણીને તમને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક જગ્યા એવી છે જ્યાં આવું થાય છે. થાઈલેન્ડની એક નદીમાં સોનું વહે છે અને ત્યાંના લોકો સવારે ઉઠીને નદી કિનારે જાય છે, જ્યાં તેમને સોનું મળે છે. તે લોકો સોનું લાવીને તેને વહેંચી દે છે અને તે પૈસાથી પોતાનું ગુજરન ચલાવે છે.

એક રિપોર્ટ અનુસાર, આ જગ્યા દક્ષિણ થાઈલેન્ડમાં છે અને તે મલેશિયા સાથે જોડાયેલો વિસ્તાર છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહેવામાં આવે છે અને લાંબા સમયથી અહીં ગોલ્ડ માઇનિંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ કોરોનાવાઈરસ સંક્રમણના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થવાને કારણે આ જગ્યા લોકો માટે પૈસા કમાવવા માટે મહત્ત્વપૂર્ણ સાધન બની ગયું છે. હવે અહીંના લોકો કાદવમાંથી સોનું શોધીને કાઢી કહ્યા છે.

એવું નથી કે અહીં ઘણું બધું સોનું છે અને લોકો બેગ ભરીને લઈ જાય. અહીં લાંબી મહેનત બાદ થોડા ગ્રામ સોનું મળી જાય છે. રિપોર્ટના અનુસાર, 15 મિનિટ સુધી કામ કર્યા બાદ એટલું સોનું મળી જાય છે કે તેનાથી એક દિવસનો ખર્ચો નીકળી શકે છે. રિપોર્ટમાં એક મહિલાની વાત કરવામાં આવી છે, જેના અનુસાર, તેણે 15 મિનિટની મહેનતથી આશરે 244 રૂપિયા જેટલું સોનું કાઢ્યું હતું અને તે મહિલા આ કામથી ઘણી ખુશ હતી.

ભારતમાં પણ એક આવી નદી છે, જ્યાંથી સોનું નીકળે છે. આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. આ નદીની આસપાસ રહેતા લોકો તેમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન કરે છે. આ નદી ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા નામથી પ્રખ્યાત છે. આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં વહે છે. સુબર્ણરેખા અને તેની સહાયક નદી કરકરીમાં સોનાનાં કણો જોવા મળે છે. લોકોનું માનવું છે કે સોનાનાં કણ કરકરી નદીમાંથી વહીને સુબર્ણરેખા નદી સુધી પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *