fact GUJARAT

ગુજરાત માં શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય ,તાત્કાલિક લેવામાં આવ્યો આ મોટો નિર્ણય

ગુજરાતમાં વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસને લઈ શિક્ષણ વિભાગે મોટી જાહેરાત કરી છે. જેમાં આગામી 7 જૂનથી નવા સત્રની શરૂઆત થશે. આ સાથે ધોરણ-3થી ધો.12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ક્લાસની પણ જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિના કારણે કોઈ વિદ્યાર્થીને શાળાએ બોલાવી શકાશે નહીં. નવા સત્રમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક ત્રણેય શાળાઓમાં આ સૂચનાનું પાલન કરવાનું રહેશે. અને આગળની સૂચના સુધી ઓનલાઈન ક્લાસીસ દ્વારા જ શિક્ષણ આપવામાં આવશે.

ધોરણ 10ના પરિણામને લઇને મહત્વના સમાચાર જાહેર થયા હતા. ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કઈ રીતે આપવું અને તેની પદ્ધતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની જાહેરાત કરાઈ હતી. આ કમિટી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરાઈ છે. આ પદ્ધતિ મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થશે. તેમાં બે ભાગમાં માર્ક્સ અપાશે. જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ 20 માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં 80 ગુણનું મુલ્યાંકન કરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *