GUJARAT

હવામાન વિભાગ ની મોટી આગાહી : સૌરાષ્ટ્ર ના આ વિસ્તારો માં પડશે ભારે થી અતિ ભારે વરસાદ

આગામી દિવસોમાં રાજ્યામાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે પ્રિ-મોન્સુન એક્ટિવ થતા વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. બે દિવસ પહેલા પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો જેને લઈ હવે ચોસમાસું આગળ વધે તેવું વર્તાઈ રહ્યું છે હવામાન વિભાગ આગામી 20 જુન સુધી ચોમાસું બેસે તેવું જણાવ્યું છે એ પહેલા પ્રિ-મોન્સુન એક્ટિવિટીને લઈને પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે.

ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, સુરત, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કોરોના કાળમાં વરસાદને લઈને નાગરિકોને મુશ્કેલી ન પડે તેને લઈને શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી છે કે નહી તેને લઈ સવાલ ઉઠી રહ્યા છે.

રાજ્યમાં એક કે બે ઈંજ પડેલા વરસાદ બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને કારણે કેટલીક જગ્યાએ વીજપુરવઠો પણ ખોરવાયો હતો તો વૃક્ષો પણ ધારાશાયી હતા જો કે કોઈ જાનહાનિ સર્જાઈ હતી.

શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામોન કરવો પડતો હોય છે.ચોમાસામાં અંડરપાસનું મોનિટરિંગ કરવું તેમજ ચોમાસામાં ટ્રાફિકવ્યવસ્થાપન કરવું સાથે જ ડ્રેનેજની લાઈનો સાફ કરવા સહિત પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે પરતું ચોમાસામાં તંત્રની પોલ છતી થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *