GUJARAT INDIA

ગુજરાત માં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદ ની આગાહી ,ઝડપી પવન સાથે મેઘરાજા નું આગમન થશે – જુઓ ક્યાં ક્યાં વરસાદ પડશે

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી તેજ બની છે. 12થી 14 જૂન દરમિયાન નેઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે. જ્યારે પ્રિમોન્સૂન એક્ટિવીટીને કારણે હજુ પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.11 જૂનથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. જેને કારણે 14 જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને 15થી 25 જૂન વચ્ચે ગુજરાતના અન્ય ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થવાની શક્યતા છે.

બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ 11 જૂને લો પ્રેશર સર્જાશે.10 જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે.અમદાવાદ, દાહોદ, અરવલ્લી, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસમાં મહારાષ્ટ્રમાં ચોમાસુ બેસી જશે તેવી સત્તાવાર જાહેરાત હવામાન વિભાગે કરી છે. મુંબઈ અને કોંકણમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

ગઈકાલે ૪૧. ડિગ્રી સાથે કંડલામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજ્યમાંથી અન્યત્ર સુરેન્દ્રનગરમાં ૩૯.૩, ડીસામાં ૩૮.૭, ભૂજમાં ૩૮.૪, રાજકોટમાં ૩૭.૮, વડોદરામાં ૩૭.૧, ગાંધીનગર-અમરેલીમાં ૩૭, ભાવનગરમાં ૩૫.૮, સુરતમાં ૩૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

નોંધનીય છે કે, આ વર્ષે સામાન્ય કરતા ચોમાસાનું આગમન થોડુ મોડુ થયું છે. ત્યારે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે મદદગાર સાબિત થઈ શકે છે. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર જુનમાં વરસાદ સામાન્ય રહેશે. આ દરમિયાન ખેડૂતો વાવેતર કરી શકે છે. આ વર્ષે જુનથી સપ્ટેમ્બર સુધી દેશમાં લગભગ 101 ટકા વરસાદ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *