fact INDIA

ભાજપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કહ્યું કે મને ઘણી ખુશી છે કે ઓકસીજન ના કારણે લોકો માં મોત થયા ,જુઓ વીડયોમાં

ઉત્તરપ્રદેશમાં એક ઓક્સિજન પ્લાન્ટના વરચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીની જીભ લપ્સી હતી. ગડકરી તેમના ભાષણમાં બોલ્યા- સૌથી પહેલા મને ખૂબ જ ખુશી છે કે કોવિડથી હાલના સમયમાં દેશમાં અનેક લોકોને ઓક્સિજનની અછતના કારણે જીવ ગુમાવવો પડ્યો.

ગડકરીને જોવો પોતાની ભૂલનો અહેસાસ થયો કે તેમણે કહ્યું કે હવાથી ઓક્સિજન બનાવવાની ટેક્નિક છે. કોવિડમાં અનુભવ થયો કે કોઈને 3થી 4 લીટર તો કોઈને 3 મિનિટમાં 20 લિટર ઓક્સિજનની જરૂરિયાત પડે છે. એવામાં તમામ જિલ્લાઓએ ઓક્સિજનના મામલામાં આત્મનિર્ભર થવુ પડશે.

અમે હાલ જિયોલાઈટ 350 ટનને રશિયાથી ઈમ્પોર્ટ કર્યું છે. આગળ આપણે આ મામલામાં આત્મનિર્ભર થવાનો પ્રયત્ન કરવો પડશે. આપણા રોડ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરે નૈનીમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવાનું વિચાર્યું, આ સમાજ માટે હિતકારી છે. કાર્યક્રમમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, સિદ્ધર્થનાથ સિંહ અને મહેન્દ્ર નાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં.

ગડકરીએ કહ્યું કે આપણે ત્રીજી અને ચોથી વેવની તૈયારી અત્યારથી કરવી પડશે. તેમણે થિંક ફોર ધ બેસ્ટ, પ્રિપેયર ફોર ધ વેસ્ટનો મૂળમંત્ર આપ્યો. ગડકરીએ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું કે કઈ રીતે તેમણે મોટા કોમ્પલેક્સ અને ખાલી જગ્યામાં વેક્સિનેશન શરૂ કરાવ્યું. વરિષ્ઠ નાગરિકોને ગાડીમાં વેક્સિન આપવાની અને તેમને પાણીની બોટલ અને ફૂલ આપવાની પરંપરા શરૂ કરી. તેના કારણે લોકોમાં ઉત્સાહ છે.

One Reply to “ભાજપ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ કહ્યું કે મને ઘણી ખુશી છે કે ઓકસીજન ના કારણે લોકો માં મોત થયા ,જુઓ વીડયોમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *