GUJARAT INDIA

કબીરવડ ખાતે નાહવા ગયેલા 4 મિત્રો નું તળાવ માં ડૂબવાથી મોત બે ની લાશો લાપતા અને… – ઓમ શાંતિ લખીએ

ભરૂચ જિલ્લાના પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે ગુરૂવારના રોજ નર્મદા નદીમાં ન્હાવા પડેલાં ચાર યુવાનો ડુબ્યાં હતાં. જેમાંથી ગામલોકોએ નદીમાંથી બે યુવાનોને બહાર કાઢ્યાં હતાં. પણ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. જ્યારે બે યુવાનો લાપતા હોવાથી તેમની શોધખોળ શરૂ કરાઇ છે.

છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં નહિ આવતાં નર્મદા નદી સુકીભઠ બની હતી. જેના કારણે કબીરવડ ખાતે આવતાં સહેલાણીઓ ઘટી ગયાં હતાં. પણ છેલ્લા બે વર્ષથી ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીની જળરાશિ વધી છે. અને નદીના પાણી પણ શુદ્ધ બની ગયાં છે. કબીરવડ ખાતે નર્મદા નદીના પાણી છીછરા હોવાથી સહેલાણીઓ નદીમાં ન્હાવાનો આનંદ મેળવવા આવતાં હોય છે.

ગુરૂવારના રોજ ચાર મિત્રો કબીરવડ ખાતે નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતાં. જેમાં પાણીની ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં ચારેય નદીમાં ડુબવા લાગ્યાં હતાં. ગામલોકોએ ચારેય યુવાનોને ડુબતા જોતા નદીમાં ઝંપલાવ્યું હતું.

ગામલોકો બે યુવાનોને ખેંચીને કિનારા પર લાવ્યાં હતાં. પણ બંને યુવાનોનો જીવ બચાવી શકાયો ન હતો. અન્ય બે યુવાનો નદીમાં લાપતા બન્યાં છે. બનાવની જાણ થતાં ભરૂચથી નગરપાલિકાના કર્મચારીઓ કબીરવડ ખાતે રવાના થયાં હતાં. બનાવ સંદર્ભમાં પોલીસે મૃતક યુવાનોના નામ અને સરનામા મેળવવાની તજવીજ હાથ ધરી છે.

42 Replies to “કબીરવડ ખાતે નાહવા ગયેલા 4 મિત્રો નું તળાવ માં ડૂબવાથી મોત બે ની લાશો લાપતા અને… – ઓમ શાંતિ લખીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *