GUJARAT INDIA

મુખ્યમંત્રી નો નિર્ણય ખેડૂતો ને મળશે મોટો લાભ નુકશાન જોઈ ને એક હેકટર દીઠ રૂપિયા 20 હજાર મળશે ,જાણો અહી…

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુકસાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે 53 લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં.

અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમથી થતા પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાય ધોરણ અંગેની વાત કરવામાં આવે તો, ખરીફ ઋતુમાં થયેલ પાક નુકસાન ટકાવારી 33 થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે.

એટલું જ નહીં, ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. તદઉપરાંત વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે.

ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે. આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.

આ યોજનાના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે.આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.

તદઅનુસાર, મુખ્યમંત્રીએ વર્ષ 2020માં ઓગષ્ટ માસમાં થયેલા ભારે વરસાદના પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઇ માટે પણ રાજ્ય સરકાર દ્વારા રૂ. 3700 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. એ જ રીતે, વર્ષ 2019માં ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આવેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે નુક્સાન થયું હતું ત્યારે પણ રાજ્ય સરકારે રૂ. 3795 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું.

આ ઉપરાંત વર્ષ 2018-19માં વિવિધ કુદરતી આપત્તિઓ સામે રાજ્યના ખેડૂતોને રૂ.1673 કરોડની સહાય તેમજ વર્ષ 2017-18માં આવેલી અતિવૃષ્ટિના કારણે બનાસકાંઠા અને અન્ય જિલ્લામાં જે નુકસાન થયું હતું તેની સામે પણ ખેડૂતોને રૂ.1706 કરોડની સહાય કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *