GUJARAT INDIA

અમરેલી નો બાપ છું ,10 લાખ આપવા છે કે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવું છે ? ,આવું કહી ને SP ને ફેક્યો પડકાર

અમરેલી નો બાપ છું ,10 લાખ આપવા છે કે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવું છે ? ,આવું કહી ને SP ને ફેક્યો પડકાર

જે ગુજરાત સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુજસીટોક જેવા કાયદો લાવીને પોતાને જનતાના રક્ષક ગણાવે છે. તે ગુજરાતની હાલત હવે સુરક્ષિત રહી નથી. તેવું અમરેલીના એક ગુંડાની ઓડિયો ક્લિક સામે આવ્યા બાદ લાગી રહ્યું છે. અમરેલીના એક ગુંડાએ પેટ્રોલ પંપના માલિકને ધમકી આપી છે.

ખંડણી માટે કરેલા ફોનમાં આ ગુંડો પોતાનું નામ છત્રપાલ વાળા જણાવી રહ્યો છે. અને પેટ્રોલપંપના સંચાલક હિતેશ ભાઈને બંદૂકની ગોળી મારી ધમકી આપી રહ્યો છે. alankar news આ ઓડિયોની કોઈ પુષ્ટી કરતું નથી.

અમરેલીનો આ ખંડણીખોર SP નિલિપ્ત રાયના નામનો પણ ઉલ્લેખ કરી રહ્યો છે. ખંડણીખોરે કહ્યું કે, હું અમરેલીનો કાઠી દરબાર છું. કોઈ મારું કશું ઉખેડી શકશે નહીં. અને જે નિલિપ્ત રાયના દમ પર તમે છો. તે આખી જિંદગી અમરેલીમાં રહેવાના નથી. જો તારે સુરક્ષા જોતી હોય તો, 10 લાખ રૂપિયા પહોંચાડી દેજે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *