fact INDIA

એક ક્ષણ માં આખો પરિવાર વિંખાયો,બિલ્ડિંગ દુર્ઘટના માં 11 સભ્યો મૃત્યુ પામ્યા જેમાંથી 9 એકજ પરિવાર ના – ઓમ શાંતિ લખીએ

મુંબઈમાં પ્રચંડ વેગે મેઘરાજાનું આગમન થતા, મુંબઈવાસીઓની મુસીબતોમાં વધારો થયો છે. બુધવારે સવારથી ધોધમાર વરસાદ વરસવાને કારણે મોડી રાત્રે મલાડ વેસ્ટના માલવાની વિસ્તારમાં એક ચાર માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. આ બિલ્ડીંગનો કાટમાળ એક ઘર પર ત્રાટક્યો હતો, જેમા પરિણામે 11 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. જેમાં 43 વર્ષીય મોહમ્મદ રફીના પરિવારના 9 સભ્યોના મૃત્યુ નીપજ્યાં હતા. દુર્ઘટનામાં 8 લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી 3ની સ્થિતિ ગંભીર છે. રફી હવે પોતાના પરિવારના 9 સભ્યોના અંશ આ કાટમાળમાં શોધી રહ્યો છે.

રફીએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ દૂધ લેવા માટે એ બહાર ગયો હતો. થોડા સમય પછી એ પરત ફર્યો તો બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ હતી. પહેલા તો એમને આંખોદેખી તસવીર પર ભરોસો થયો નહોતો, તેમ છતાં એમને હિમ્મત દાખવીને ધૂળની ડમરીઓ વચ્ચે કાટમાળને દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, એમનો આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, કારણ કે સવાર થતા-થતા એમની આંખોની સામે પરિવારના 9 લોકોના શબ નજરે પડ્યા હતા.

રફીના પરિવારના જે 9 લોકોના મોત નીપજ્યાં હતા, જેમાં રફીની પત્ની, ભાઈ-ભાભી અને એમના 6 બાળકો મોતને ભેટ્યા હતા. રફીનો ભત્રીજો તો માત્ર દોઢ વર્ષનો હતો. તેઓ આખી રાત બેઠા રહ્યા અને પરિવારના એકપછી એક મૃતદેહોને કાટમાળની બહાર નીકાળવામાં આવતા જોતા રહ્યા હતા.

રફીએ જણાવ્યું હતું કે મને નહોતું લાગ્યું કે આ બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ છે, નહીંતર અમે આને ક્યારની છોડીને જતા રહ્યા હોત. રફી અને એનો ભાઈ સમગ્ર પરિવાર સાથે બિલ્ડીંગના ત્રીજા માળના 3 અલગ-અલગ રૂમમાં હતા.

આ બિલ્ડીંગમાં 3-4 પરિવાર વસવાટ કરી રહ્યા હતા. જોકે, બે પરિવાર કેટલા દિવસો પહેલા જ બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા હતા. BMCના સૂત્રોનું માન્ય રાખીએ તો અબ્દુલ હમીદ રોડના ન્યૂ કલેક્ટર કંપાઉન્ડમાં નિર્માણ પામેલી આ બિલ્ડીંગ બુધવારના રોજ વરસાદ પહેલા ‘તાઉ-તે’ વાવાઝોડા દરમિયાન જ જર્જરિત થઈ ગઈ હતી. BMCએ કેટલાક દિવસો પહેલાજ સેંકડો બિલ્ડીંગોનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરીને 21ને જોખમી જાહેર કરી હતી. જોકે, એ યાદીમાં આ બિલ્ડીંગનો સમાવેશ થયો નહોતો. આનું પણ જો ઑડિત હાથ ધરાયું હોત તો આ મોટી દુર્ઘટનાથી બચી શકાયું હોત.

ભાજપના નેતા રામ કદમે આ દુર્ઘટનાના પગલે શિવસેનાને જવાબદાર ઠેરવી છે. એણે કહ્યું કે, આ દુર્ઘટના શિવસેના શાસિત BMCની બેદરકારીને પરિણામે થઈ હતી. આ હત્યા છે. દુર્ઘટના પછી પીડિતોને સરકાર 5-5 લાખ રૂપિયાની રાશિ પ્રદાન કરશે એની જાહેરાત કરવામાં આવી છે. CM ઉદ્ધવ ઠાકરે એના પુત્ર સાથે મુંબઈની શતાબ્દી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *